જેને સમાજનો સાથ મળે તે શક્તિમાન બને

જેને સમાજનો સાથ મળે તે શક્તિમાન બને
વિથોણ (તા. નખત્રાણા) તા. 24 : ભુજના ધારાસભ્યનું નખત્રાણામાં પાટીદાર સમાજે સ્વાગત સાથે સન્માન કર્યું હતું. 76 ગામનો કડવા પાટીદાર સમાજ જોડાયો હતો. અ.ભા.ક.ક. પાટીદાર સનાતન સમાજ દ્વારા નખત્રાણા ખાતે આવેલા વિદ્યાર્થી ભવન પ્રાંગણમાં કેશુભાઈ પટેલને  સન્માનવા કમર કસી હતી. જેમાં કચ્છના 76 ગામના પાટીદાર સમાજો  જોડાયા હતા. કેશુભાઈને પ્રતીક ભેટ આપીને નવાજવામાં આવ્યા  હતા. કેન્દ્રીય સમાજ, ઝોન સમાજ ઉમિયા માતાજી સંસ્થાન, સંસ્કારધામ કેન્દ્રસ્થાન, યુવા સંઘ, મહિલા સંઘ વિગેરેએ કેશુભાઈને તલવાર, શાલ, ધાન્ય અને પાઘડી પહેરાવીને બહુમાન કર્યું હતું. સન્માન પ્રસંગે લગભગ 3 હજારથી વધુ પાટીદાર ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યશ્રી પટેલે જણાવ્યું કે મને સમાજનો સાથ મળ્યો છે જેથી હવે હું બમણા જોરથી લોકકલ્યાણનાં કાર્યો કરીશ. જેને સમાજનો સથવારો મળે તે વ્યક્તિ સર્વશક્તિમાન બને છે. સમાજના પ્રમુખ અબજીભાઈ કાનાણી, ઝોન સમાજના પ્રમુખ રતનશીભાઈ ભીમાણી, મહામંત્રી છગનભાઈ ધનાણી, પ્રવક્તા શાંતિલાલ નાકરાણી, પ્રાંત અધિકારી શ્રી બરાસરા, લાલજીભાઈ રામાણી, શાંતિભાઈ સેંઘાણી, ભરતભાઈ સોમજિયાણી, નૈતિક પાંચાણી યુવા સંઘના હોદ્દેદારો, મહિલા સંઘના હોદ્દેદારો, ઉમિયા માતાજી સંસ્થાનના હોદ્દેદારો અને સંસ્કારધામના હોદ્દેદારો મંચસ્થ રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust