ભચાઉ ખાતે યોજાઈ 10 દિવસીય મનોયોગ શિબિર

ભચાઉ ખાતે યોજાઈ 10 દિવસીય મનોયોગ શિબિર
ભચાઉ, તા. 24 : અહીંની યોગ સમિતિ દ્વારા તાજેતરમાં  સતત 10માં વર્ષે મનોયોગની  શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 21 જૂને  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.  વર્ષ 2010થી  દર ડિસેમ્બર મહિનામાં આ શિબિરનું  આયોજન કરવામાં આવે છે. સવારે અને બપોરની શિબિરમાં સાધકોને સ્વાસ્થ્ય પીણું પીવડાવવામાં આવ્યું હતું.  10 દિવસીય શિબિરમાં સવારના સત્રમાં 135 ભાઈ-બહેને અને બપોરના સત્રમાં 150 બહેને કોર્સ પૂર્ણ કર્યો હતે. નગરપાલિકાની લાયબેરીની ઉપર હોલમાં નિયમિત શિબિર ચાલુ રાખવામાં આવી છે. દરરોજ સવારે 5.45થી 10 વાગ્યા સુધી યોગના વર્ગનું  આયોજન કરવામાં આવી રહ્યું છે. ભચાઉ સ્વયં સ્વસ્થ બને અભિયાન સમિતિના પ્રમુખ  અશોકસિંહ ઝાલા, મંત્રી  સુરેશભાઈ સોની, સલાહકાર એસ. કે. શાહ, કુલદીપસિંહ રાણા, મહિપાલસિંહ ગોહીલ, ધર્મેશભાઈ મેતા, સુરેશભાઈ ઠક્કર, રિગ્નેશભાઈ સોની આયોજનમાં સહયોગી બન્યા હતા.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust