શાંતિ-સમાધિ, સુખ ક્યાં છે ?

શાંતિ-સમાધિ, સુખ ક્યાં છે ?
માંડવી, તા. 24 : કાવ્યાબેનનો ભુજમાં વંદનાવલી તથા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જે પરિવારમાંથી ભાઇ  તથા પિતાની દિક્ષા થઇ તેમાં જ આજે ત્રીજી દિક્ષા થવા જઇ રહી છે. ભાઇ નીત મુનિ યોગીરાજ વિજયજી પાંચ વર્ષ પહેલાં દિક્ષા અંગીકાર કર્યા બાદ પિતા હેમેન્દ્રભાઇ હુલામણા નામે સમગ્ર સંઘમાં જાણીતા અને સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચમાં ખડેપગે રહેનાર સંયમપંથે અક્ષયપ્રજ્ઞ વિજયજી મ.સા. બની પરિવારના સંસ્કાર સિંચનથી વાસિત થયેલા કાવ્યાબેન પણ આજે એ પથ પર આગળ વધી રહ્યા છે. ઉજવણીના ભાગરૂપ સવારે આચાર્ય વિજયયશો-વિજયસૂરિ મ.સા. આદિઠાણાનું સામૈયું કરવામાં આવ્યું જૈન ગુર્જરવાડી મધ્યે પૂર્ણ થતાં ઉપકરણેનો ઉપયોગ કરે તે દરેક ઉપકરણની બોલી તપધર્મથી બોલવામાં આવી જેમાં નાના-નાના બાળકો પણ જોડાયા હતા. ઉપકરણ વંદનાવલી કાર્યક્રમમાં આચાર્ય વિજયયશોવિજયસૂરીશ્વરજી મ. સા. દ્વારા દરેક ઉપકરણનું મહત્વ તથા ઉપયોગીતા સમજાવી ઉછામણીમાં તપ સાધનાની બોલી બોલે તેમને પાડવાના નિયમોની સમજ આપી થતા  લાભ અને કયા કર્મ બંધનમાંથી મુક્તિ મેળવી શકાય તે વિશે છણાવટ કરી હતી. અભિવાદન કાર્યક્રમમાં સાકેતભાઇ શાહની શબ્દ સંવેદનાને અલ્પેશભાઇ શાહએ પ્રતિભાવ આપ્યા હતા. જૈન સાતસંઘ દ્વારા મુમુક્ષુ કાવ્યાબેન કીર્તિકુમાર ખંડોરનું અભિવાદન પત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. વીશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ તથા સાત સંઘ ભુજના પ્રમુખ સ્મિતભાઇ હસમુખભાઇ ઝવેરી, તપગચ્છ જૈન સંઘના પ્રમુખ કીર્તિભાઇ ચમનલાલ શાહ, અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મહેન્દ્રકુમાર દામજીભાઇ શાહ, ખડતરગચ્છ જૈન સંઘના પ્રમુખ રજનીભાઇ જેન્તીલાલ પટવા, આરાધના ભવન જૈન સંઘના પ્રમુખ કમલનયન એ.ડી. મહેતા, છ કોટી સ્થા. જૈન સંઘના પ્રમુખ ધીરજલાલ ભગવાનજી દોશી, આઠ કોટી મોટી પક્ષ સ્થા. જૈન સંઘના પ્રમુખ વિનોદકુમાર ત્રિભોવન મહેતા, આઠ કોટી નાની પક્ષ જૈન સંઘના પ્રમુખ નિતીનકુમાર બાબુલાલ શાહ વિગેરે જોડાયા હતા. મુમુક્ષુ કાવ્યાબેને સંસારમાંથી મુક્તિ મળશે શાંતી-સમાધી સુખ કયાં છે ? એમ જણાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી. સ્થાનકવાસી છ કોટી જૈન લીંબડી અજરામર સંપ્રદાયમાં ગચ્છાધિપતિ ભાવચંદ્રજી સ્વામીની હાજરીમાં તા. 31-1ના દીક્ષા અંગીકાર કરશે. અંજનાકુમારીજીના ગુરૂણીવાસમાં લીંબડીમાં દિક્ષિત થશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust