મોખા ટોલ બ્રિજ પર માસ્ક લાઈટ શોભાના ગાંઠિયા સમાન

મોખા ટોલ બ્રિજ પર માસ્ક લાઈટ શોભાના ગાંઠિયા સમાન
વવાર (તા. મુંદરા), તા. 24 : અંજાર-મુંદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોખા ટોલ પ્લાઝાની મોખા બ્રિજ પાસે બન્ને બાજુએ માસ્ક લાઈટો દોઢથી બે મહિના થઈ ગયા બંધ હાલતમાં છે.માહિતી આપતા મોખા ગામના સરપંચ તલકશીભાઈ ફફલે જણાવ્યું હતું કે, આ લાઈટો જ્યારથી બંધ થઈ છે ત્યારથી કેટલીય વખત મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં હાઈવે ઓથોરિટીના પેટનું પાણી હલતું નથી. આ સ્ટ્રીટ લાઈટો અત્યંત ઉપયોગી છે, પણ બન્ને બાજુએ હમણાં તો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. અહીં પ્રવાસીઓ વહેલી સવારે અને મોડી રાત્રે સુધી અવર-જવર ચાલુ હોય છે. ગુજરાત એસ.ટી. તેમજ ખાનગી બસોના પણ અહીં સ્ટોપ છે ત્યારે આ લાઈટો ચાલુ નહીં હોવાને કારણે મુસાફરોને અગવડતાનો સામનો કરવો પડે છે. ટોલ પ્લાઝા તગડા ટેક્સ વસૂલવામાં તો હંમેશાં મોખરે રહે છે, પણ જ્યારે સમસ્યાની કે અગવડતાની વાત કરવામાં આવે  કે રજૂઆત કરવામાં આવે ત્યારે આંખ ખાડા કાન કરી નાખે છે. વાહનચાલકો તેમજ લોકોને હાલાકી ભોગવવી પડે છે. અહીં રાત્રે ભારે સમસ્યા સર્જાય છે અને આ બંધ લાઈટોને કારણે રીતસર અકસ્માતને નોતરું છે. એવું ત્યાંથી સ્થળ પરથી લોકોએ  જણાવ્યું હતું. વારંવાર રજૂઆતો મૌખિક છતાં આ એક સામાન્ય સમસ્યાનું પણ નિરાકરણ કરવામાં આવતું નથી. લોકોએ જણાવ્યું હતું કે, અમને તો એવું લાગી રહ્યંy છે કે, અહીં કોઈ મોટા અકસ્માતની રાહ જોવાઈ રહી છે.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust