લ્યો, બોલો કચરા ટોપલી ખાલી કર્યા બાદ માર્ગ પર જ મૂકી દેવાઇ !

ભુજ, તા. 24 : શહેરમાં સફાઇના કોન્ટ્રાકટ અંતર્ગત માત્ર યંત્રવત કામગીરી થતી હોય તેવું લાગી રહ્યું છે. કર્મચારીઓ ઉપરછલ્લી સફાઇ કરી જતા રહે છે, તો અનેક સ્થળે કચરા ટોપલી આડેધડ મૂકી માર્ગને અવરોધ ઊભો કરાતો નજરે પડે છે. આવી જ એક કચરાપેટી ભુજ ઇંગ્લિશ સ્કૂલ આગળ માર્ગ પર જ મૂકી દેવાતાં જાગૃતોએ નારાજગી વ્યક્ત કરી હતી.છેલ્લા થોડા સમયથી ભુજ સુધરાઇ દ્વારા શહેરમાં સફાઇનો કોન્ટ્રાકટ અપાયો છે, પણ અનેક સ્થળોએ યોગ્ય સફાઇનો અભાવ ઊડીને આંખે વળગી રહ્યો છે. સફાઇ કામદાર ઉપર ઉપરથી સફાઇ કરી જતા રહે છે, જેને પગલે અનેક વિસ્તારોમાં ગંદકી જોવા મળી રહી હોવાનું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. તાજેતરમાં હોસ્પિટલ રોડ પર ભુજ ઇંગ્લિશ સ્કૂલ પાસે કચરાપેટી માર્ગ પર જ મૂકી દેવાતાં વાહનચાલકો, રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી હોવાની લોકફરિયાદ ઊઠી છે. ખરેખર તો, આ કચરાપેટી ખાલી કરવા આવનારાઓ મગજ બંધ રાખી કામગીરી કરાતી હોવાની સાબીતી આપી હતી. કોઇ અકસ્માત સર્જાય તે પહેલાં આ પેટી યોગ્ય રીતે માર્ગની બાજુમાં મુકાય તેવી લોકમાંગ ઊઠી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com