આદિપુરમાં શહીદ હેમુ કાલાણીને શ્રદ્ધાંજલિ અપાઈ

આદિપુરમાં શહીદ હેમુ કાલાણીને શ્રદ્ધાંજલિ અપાઈ
આદિપુર, તા. 24 : સ્વતંત્રતાની ચળવળ દરમ્યાન માત્ર ઓગણીસ વર્ષની આયુ ધરાવતા હેમુ કાલાણીને અંગ્રેજો દ્વારા ફાંસી આપવામાં આવી હતી. આ સિંધી શહીદને તેમના 80મા શહીદ દિને જોડિયાનગરના અનેક અગ્રણીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ તથા આમજનતા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સિંધોલોજી તથા ભારતીય સિંધુ સભા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ગાંધી સમાધિની બાજુમાં ચાર રસ્તા પર શહીદ હેમુ કાલાણીની પ્રતિમાને નગરજનો દ્વારા ફૂલહાર કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ચોકને શહીદ હેમુ કાલાણી ચોક તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સિંધુ સભાના પ્રમુખ પ્રેમભાઈ લાલવાણી, મુકેશભાઈ લખવાણી, પરમાનંદ કૃપાલાણી, નરેશ બુલચંદાણી, કુમાર રામચંદાણી, કુંદન ગુવાલાણીએ પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. કન્યા મહાવિદ્યાલય, મૈત્રી મહાવિદ્યાલય, સિંધોલોજીની સાધુ હીરાનંદ એકેડેમીના બાળકો પણ જોડાયા હતા. બાળકોએ બેંડની સુરાવલિઓ રેલાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપસ્થિતેએ શહીદના જીવનમાંથી પ્રેરણા લઈ દેશસેવા માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો. સપના રાયસિંઘાણી, રોશન ગોપલાણી તથા સિંધોલોજી શાળાના છાત્રોએ દેશ ભક્તિના સૂરો વહાવ્યા હતા. ભા.સિં. સભાના મહામંત્રી મુકેશભાઈએ સંસ્થાના આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી. પૂનમ ખેમાણીએ હેમુ કાલાણીના જીવન વિશે વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કમલેશ માયદાસાણીએ તથા આભારવિધિ દીદી હીરૂ ઈસરાણીએ કરી હતી. નરેન્દ્ર લખવાણી, રાજુ ઓઢરમલ, દુ:ખભંજન દરબાર, એસ.આર.સી. આ કાર્યમાં સહભાગી બન્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust