આદિપુર ખાતે નારાણભા ગઢવીને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજાયો

આદિપુર ખાતે નારાણભા ગઢવીને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજાયો
ગાંધીધામ, તા. 24 : અહીંના નારાણભા કરમણભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારાણભા ગઢવીની 13મી પુણ્યતિથિ નિમિત્તે આદિપુર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જુદા જુદા સેવાકીય કાર્યો કરવામાં આવ્યાં હતાં. આદિપુરના પ્રભુદર્શન હોલ ખાતે નારાણભા ગઢવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશ આનંદજી મહારાજ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, ખાદી ગ્રામોદ્યોગના ડાયરેક્ટર મોમાયાભા ગઢવી તથા નારાણભાઇ ડાંગર, રતોલાભાઇ,વેલાભા ગઢવી, ડી.કે. અગ્રવાલ, ભગવાનદાસ ગુપ્તા, ભોજાભાઇ આહીર, ડો. વિકાસદાન ગઢવી, ગોવિંદભાઇ દનિચા, એસ.એસ. ગઢવી, બાબુભાઇ મારાજ,  વાસુદેવભાઇ પટેલ,  ગુલામભાઇ સર્વર વગેરે હાજર રહ્યા હતા. ઉપસ્થિતોએ દીપ પ્રાગટય કરી  આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. ટ્રસ્ટ દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી તથા ટ્રસ્ટની વેબસાઇટ અંગે માહિતી અપાઇ હતી. મહંત પ્રકાશ?આનંદજી તથા વાસણભાઇ આહીરના હસ્તે વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કામધેનુ ગૌશાળા,પંચમુખી હનુમાન મંદિર ગૌશાળા, નિરાધાર ગૌવંશને લીલાચારાનું નીરણ, પક્ષીઓને ચણ, જરૂરિયાતમંદોને ધાબળા, કાર્ગો વિસ્તારના 250 જેટલા બાળકોને ભોજન પુણ્યતિથિ નિમિત્તે કરાવાયું હતું, જેની માહિતી આપવામાં આવી હતી. પુણ્યતિથિના આ કાર્યક્રમ અંતર્ગત સંગીત સંધ્યાનું પણ આયોજન કરાયું હતું, જેમાં નારાણભા ગઢવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સારી કામગીરી બદલ જુદી જુદી સંસ્થાઓ તથા લોકોનું સન્માન કરાયું હતું, જેમાં ડી.કે. અગ્રવાલ, આદેશ નિવાસ શાળા ગ્રુપ, ગાંધીધામ પાલિકા, ડો. વિકાસદાન ગઢવી, ડો. દિવ્યરાજસિંહ જાડેજા, રાજાભાઇ બ્લડ બેન્ક, ગાંધીધામ-આદિપુર એમ્બ્યુલન્સ ગ્રુપ, આંબાભાઇ મેરિયા, ભરતભાઇ ગોયલ, ડો. દિનેશ સુતરિયા, ડો. હાર્દિક શર્મા, હેપી લાઇફ ગ્રુપ, કર્તવ્ય ગ્રુપ વગેરે સંસ્થાઓ તથા લોકોનું મોમેન્ટો આપી રાજભા ગઢવી, રાણભા ગઢવી, રાજેશભા ગઢવી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા લોક કલ્યાણ, જીવદયા અને એમ્બ્યુલન્સના આવા સેવાકીય કાર્યો કરવાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન દીપક ગઢવી અને આભારવિધિ ટ્રસ્ટના પ્રમુખ રાજભા ગઢવીએ કરી હતી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust