27મીએ કચ્છભરના છાત્રો સાથે વડાપ્રધાન કરશે સંવાદ
ભુજ, તા. 24 : ભારતના શિક્ષણ મંત્રાલય દ્વારા આગામી 27મીએ `પરીક્ષા પે ચર્ચા' ઓનલાઈન કાર્યક્રમનું આયોજન થયું છે, જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છભરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. 27મીએ સવારે 11 વાગે યોજાનારા આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન પરીક્ષાના તણાવને દૂર કરવા સંદર્ભે છાત્રો સાથે વાતચીત કરશે. કચ્છનો જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ ભુજની આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય ખાતે યોજાશે, જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન જયાબેન ચોપડા, સુધરાઈ પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, જિલ્લા કલેક્ટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર,પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહેશે આવી જ રીતે તાલુકા કક્ષાના કાર્યક્રમો અબડાસાનો મોડેલ સ્કૂલ નલિયા, નખત્રાણાનો ટી.ડી. વેલાણી કન્યા વિદ્યામંદિર, લખપતમાં મોડેલ સ્કૂલ દયાપર, અંજારમાં ટાઉનહોલ, ગાંધીધામમાં સાધુ વાસવાણી ઈન્ટરનેશનલ સ્કૂલ, ભચાઉ ખાતે સરસ્વતી વિદ્યાલય, રાપરમાં સરસ્વતી કન્યા વિદ્યાલય, માંડવીમાં શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય, મુંદરાની અદાણી પબ્લિક સ્કૂલ ખાતે હાથ ધરાશે, જેમાં સ્થાનિક ધારાસભ્યો, નગરપાલિકા પ્રમુખો, સરપંચો, શિક્ષણ સમિતિના અધ્યક્ષો હાજર રહેશે, તેવું એક યાદીમાં જણાવાયું છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com