અબડાસામાં યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ
ભુજ, તા. 24 : અબડાસા તાલુકાના એક ગામમાં યુવતી સાથે બળાત્કાર થયાની ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીને રાઉન્ડઅપ કર્યો છે.આ બનાવ અંગે કોઠારા પોલીસ મથકે યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી કેયૂર જયંતીલાલ રાજગોર (રહે. ચિયાસર તા. અબડાસા)એ ફરિયાદીને લગ્નની લાલચ આપી આરોપીએ પોતાના ઘરમાં?ફરિયાદીને ગોંધી રાખી ફરિયાદી પર અવારનવાર બળાત્કાર ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કોઠારા પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીને રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com