સર્જિકલ સ્ટ્રાઇકને લઈને વિવાદ
નવી દિલ્હી, તા. 24 : કોંગ્રેસનાં નેતા દિગ્વિજયસિંહે ફરી એકવાર સરહદ પાર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક સામે સવાલ ઉઠાવવામાં આવ્યા બાદ ભાજપનાં નિશાને કોંગ્રેસ આવી ગયો છે. ભાજપનાં પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, દેશની સુરક્ષા સંબંધિત મામલે કોંગ્રેસે પોતાનો અભિગમ સ્પષ્ટ કરવો જોઈએ. દરમ્યાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશની સેનાના કામ માટે પુરાવાની જરૂરી હોય નહીં. દિગ્વિજયના નિવેદનથી કોંગ્રેસ સંમત નથી. એ તેમનું અંગત નિવેદન છે. દેશની સુરક્ષા મામલે ભાજપ અને તેની સરકાર ઉપર જૂઠ બોલવાનાં દિગ્ગીનાં આરોપ પછી ભાજપનાં આક્રમણ સામે કોંગ્રેસ સ્વબચાવમાં આવી ગયો છે અને કોંગ્રેસનાં મહાસચિવ જયરામ રમેશે એક ટ્વિટમાં દિગ્વિજયસિંહનાં નિવેદનથી પક્ષને અળગો પાડતા લખ્યું હતું કે, વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિચાર તેમનાં અંગત છે. તે કોંગ્રેસનું વલણ પ્રદર્શિત કરતાં નથી.બીજી તરફ, આક્રમક વલણ અપનાવતાં ભાજપના પ્રવકતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ ઘણું જ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. કોંગ્રેસ પક્ષના નેતાઓએ માફી માગવી પડશે. આ `પુરાવાગેંગ' છે જે દેશ તોડવાનું કામ કરે છે. આ નેતાઓને તેમના પક્ષના વરિષ્ઠોનું સમર્થન છે. તેમણે કહ્યું કે, દિગ્વિજય કોઇ સામાન્ય નેતા નથી. તેઓ 10 વર્ષ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા, મહામંત્રી રહ્યા છે.દરમિયાન ભારત જોડો યાત્રા દરમિયાન એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે, દિગ્વિજય સિંહ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિચાર તેમનો અંગત મત હોઈ શકે છે. સેનાનાં કાર્ય માટે સબૂતની આવશ્યતા નથી હોતી. તેમનાં વિચાર કોંગ્રેસનું વલણ દર્શાવતા નથી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com