સુપ્રીમ સામે કાયદામંત્રીની આપત્તિ
નવી દિલ્હી, તા. 24 : ન્યાયિક નિયુક્તિઓ અંગે કેન્દ્ર સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે વધતા ટકારવ વચ્ચે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજજૂએ સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાયાધીશોના પદ માટેના ઉમેદાવરો અંગે સરકારની આપત્તિઓને સાર્વજનિક કરવા સામે સખત નારાજગી દર્શાવી હતી. ગયા સપ્તાહે મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળા સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જજ માટે ત્રણ ઉમેદવારની પદોન્નતિ સામે સરકારના વાંધાને જાહેર કરી દીધો હતો. સરકાર સાથે ટકરાવ વચ્ચે તેના વાંધાઓ અંગે ગુપ્તચર એજન્સીઓ-રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) અને ધ ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ના દસ્તાવેજોને જાહેર કરવાનું અભૂતપૂર્વ પગલું સર્વોચ્ચ અદાલતે ભર્યું હતું. રિજિજૂએ આજે જણાવ્યું હતું કે તેઓ ઉચિત સમયે પોતાની પ્રતિક્રિયા આપશે જોકે તેમણે આ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. પત્રકારો સાથે વાત કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રો અથવા આઈબીના ગુપ્ત અને સંવેદનશીલ અહેવાલને જાહેર કરી દેવો એ ગંભીર ચિંતાનો વિષય છે જેના પર હું ઉચિત સમયે પ્રતિક્રિયા આપીશ, આજે યોગ્ય સમય નથી. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com