રિબાકિના-અજારેંકા અને સિતસિપાસ સેમિમાં

મેલબોર્ન, તા.24: વર્તમાન વિમ્બલ્ડન ચેમ્પિયન એલેના રિબાકિના અને બેલારૂસની અનુભવી ખેલાડી વિકટોરિયા અજારેંકા અપસેટ કરીને ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સના સેમિ ફાઇનલમાં પહોંચી છે. 22મા ક્રમની કઝાકિસ્તાનની ખેલાડી રિબાકિનાએ કવાર્ટર ફાઇનલ મેચમાં 2017ની ફ્રેંચ ઓપન ચેમ્પિયન લાતિવિયાની ખેલાડી જેલેના ઓસ્તાપેંકોને 6-2 અને 6-4થી હાર આપી હતી. રિબાકિના મેલબોર્ન પાર્કમાં અંતિમ ચારમાં જગ્યા બનવાનાર કઝાકિસ્તાનની પહેલી મહિલા ખેલાડી બની છે. જયારે આજની બીજી કવાર્ટર ફાઇનલમાં 33 વર્ષીય અને 24મો ક્રમ ધરાવતી બેલારૂસની વિકટોરિયા અજારેંકાએ અપસેટ કરીને ત્રીજા ક્રમની અમેરિકી ખેલાડી જેસિકા પેગુલાને 6-4 અને 6-1થી સજ્જડ હાર આપી હતી. પુરુષ વિભાગના સિંગ્લસમાં ગ્રીક ખેલાડી સ્ટેફાનેસ સિતસિપાસ વર્ષની પ્રથમ ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનના સેમિ ફાઇનલમાં પહોંચી ગયો છે. તેનો ઝેક ગણરાજયના ખેલાડી જિરી લેહસ્કા સામે 6-3, 7-6 અને 6-4થી વિજય થયો હતો. જયારે 18મા ક્રમનો રૂસી ખેલાડી ખાચાનોવ પણ સેમિ ફાઇનલમાં પ્રવેશ્યો છે. 18મા ક્રમનો ખચાનોવ 7-6, 6-3 અને 3-0થી આગળ હતો ત્યારે હરીફ ખેલાડી એસ. કોર્ડાએ વોકઓવર આપી દીધો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust