વરસામેડીમાં લૂંટના ઇરાદે મજૂર પર છરીથી હુમલો

ભુજ, તા. 24 : અંજારના વરસામેડીમાં રવિવારે લૂંટના ઈરાદે મજૂર પર છરીથી હુમલો કરી ઘાયલ કરી દીધા બાદ ગઇકાલે આ મજુરને સારવાર માટે ભુજ લવાતો હતો. આ દરમ્યાન દ્વિચક્રી ચાલકે સાઈડ ન આપી કે. કે. પટેલ હોસ્પિટલમાં જઈ દર્દીને સારવાર માટે લાવનાર સિવિલ ઇજનેરને જ માર મારી વાહનમાં તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. સિવિલ ઇજનેર પવનકુમાર રાજુભાઈ ભોજકે બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કંપનીના મજુર રવિવારે શૌચાલય માટે કેનાલ તરફ જતો હતો, ત્યારે લૂંટના ઇરાદે અજાણ્યા શખ્સે છરી મારી હતી. આથી આંતરડા બહાર આવી ગયા હતા. ગંભીર ઇજાના પગલે અંજારથી વધુ સારવાર માટે રવિવારે રાત્રે 108 મારફતે સારવાર માટે કે.કે. પટેલ હોસ્પિટલ ભુજ ખાતે ખસેડવામાં આવતો હતો, ત્યારે તેઓ પાયલોટિંગ રૂપે પોતાની કાર લઈને આવ્યા હતા અને તેઓ ચંગલેશ્વર મંદિર પાસે પહોંચ્યા એ દરમ્યાન એકસેસ ગાડી નં. જી.જે.1ર.એ.એફ. 447ના ચાલક હર્ષદીપાસિંહ રાજેન્દ્રાસિંહ પરમાર આગળ જતા હોવાથી ફરિયાદીએ ફોર વ્હીલર ગાડી નં. જી.જે.1ર.ડી.એ. 8890માંથી આગળ જવા સાઈડ આપવા માટે હોર્ન માર્યો હતો, પણ આરોપીએ સાઈડ ન આપી ઉશ્કેરાઈ જઈ ફરિયાદીની ચાલુ ગાડીનો દરવાજો રસ્તામાં ખોલી ગાડી ઊભી રાખવા બાબતે ધમકીઓ અને ગાળાગાળી આપી હતી, પણ દર્દીને દાખલ કરવો અગત્યનો હોવાથી ફરિયાદીએ ગાડી ઊભી ન રાખી અને કે. કે. હોસ્પિટલમાં જઈ દર્દીને ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. આ દરમ્યાન હરદીપાસિંહ એક અજાણ્યા માણસને લઈને ફરી આવ્યો અને હોસ્પિટલની અંદર ફરિયાદીએ જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં આગળ-પાછળના કાચ પથ્થરથી તોડીને ફરિયાદીને પાર્કિંગમાં બોલાવી ધકબૂશટનો મારમારી ગાળાગાળી કરી હતી, જેથી ગુનો દાખલ કરાયો છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust