ઘરબેઠા ત્રણથી ચાર હજાર કમાવવાની લાલચમાં 3.78 લાખની છેતરપિંડી

ભુજ, તા. 24 : ઓનલાઇન ઠગો સોશિયલ મીડિયા મારફત વિવિધ લલચામણી તરકીબોથી લોકોને છેતરી રહ્યાના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ભુજનો એક શખ્સ પણ ઘરબેઠા ત્રણથી ચાર હજાર કમાવવાની લાલચમાં ફસાઇ જઇ તેના ખાતામાંથી રૂા. 3,78,200 ઉસેડી લેવાયા હતા. જો કે, સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)ની મદદથી તેની ગયેલી પૂરેપૂરી રકમ ફ્રીઝ કરી દેવાઇ છે. આ બનાવની વિગતો મુજબ ભુજના અરજદાર અમિતભાઇના વોટસએપમાં એક મેસેજ આવ્યો હતો કે દરરોજ ઘેરબેઠા ત્રણથી ચાર હજાર રૂપિયા કમાવવા માટે જણાવેલી લિન્ક પર રજિસ્ટ્રેશન કરી વોટસએપ ગ્રુપમાં જોડાઇ, ગ્રુપમાં આવતા પ્રોજેક્ટના ટાસ્ક પૂરા કરવા. આથી અરજદારે લિન્ક મારફત ગ્રુપમાં જોડાઇ ટાસ્ક પૂરા કરવા કુલે રૂા. 3,78,200 રૂપિયાનું ઓનલાઇન ટ્રાન્જેક્શન કર્યું હતું પરંતુ ટાસ્ક પૂરા છતાં મળવાની રકમ અરજદારને ન મળતાં છેતરપિંડી થયાનું ધ્યાને આવ્યું હતું. આથી અરજદાર અમિતભાઇ વિગતો સાથે સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)નો સંપર્ક કરતાં સેલે અરજદારને મદદરૂપ થઇ તુરંત પત્રવ્યવહાર કરતાં તેમજ યશ?બેંકના ઓપરેશનલ હેડ મીત મહેતાનો પણ તુરંત પ્રતિસાદ મળતાં અરજદારની ગયેલી પૂરેપૂરી રકમ ફ્રીઝ?કરાવી અને અરજદારના ખાતામાં પરત રકમ મેળવવા કોર્ટના આદેશ માટેની કાર્યવાહી ચાલુ કરી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust