30 અને 31 જાન્યુઆરીના રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળ

ભુજ, તા. 24 : યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને તા. 30-31 જાન્યુઆરીના બે દિવસની બેન્ક હડતાળનું એલાન જાહેર કર્યું છે. ભારતભરના નવ લાખ બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ બે દિવસની હડતાળ પર જશે. કચ્છ-ગુજરાતના બેન્ક કર્મીઓ પણ હડતાળમાં જોડાશે. બેન્ક કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં અઠવાડિયામાં પાંચ દિવસ બેન્કનું કામકાજ કરવા... 1986 પછી નિવૃત્ત થયેલ કર્મચારીઓને ત્યાર પછી પાંચ દ્વિપક્ષીય કરાર થયા તેમાં પગારમાં વધારાનો લાભ આપી આ કર્મચારીઓને પેન્શન અપડેટ કરવામાં આવતું નથી. 2010 પછી બેન્ક કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના અમલમાં આવી છે. બજાર આધારિત આ પેન્શન યોજનાથી નિવૃત્તિ સમયે કર્મચારીઓને ક્ષુલ્લક પેન્શન મળે છે. તેથી નવી પેન્શન યોજના રદ કરી મોંઘવારી સાથેની જૂની પેન્શન યોજના અમલમાં મૂકવી જોઇએ. કર્મચારીઓની પૂરતા પ્રમાણમાં ભરતી કરી કર્મચારીઓ ઉપર કામનું ભારણ ઘટાડવા, બેન્કોમાં પટ્ટાવાળાની ભરતી લગભગ નહીં જેવી છે અને મોટાભાગનું કામ કરારી કર્મચારી મારફત કરાવવામાં આવે છે, જેને કારણે બેન્કોમાં ઉચાપતનો ભય રહે છે. આ બધા પ્રશ્નો વણઉકેલ રહેલા છે, જેથી આ હડતાળનું પગલું ભરાયાનું ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી. અંતાણીએ જણાવ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust