કોટડા (જ.)ની વાડીમાંથી 40 હજારના વાયરની ચોરી
ભુજ, તા. 24 : નખત્રાણા તાલુકાના કોટડા (જ.)ના વાડી વિસ્તારમાં ગઇકાલે રાત્રે નિશાચરોએ ત્રાટકી અલગ અલગ બોરના વાયરોની ઉઠાંતરી કરતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે નખત્રાણા પોલીસ મથકે કોટડા (જ.)ના ખેડૂત મગનલાલ મૂળજીભાઇ જતે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇકાલ રાતથી આજ સવાર દરમ્યાન કોઇ અજાણ્યા હરામખોર ચોર ઇસમે કોટડા (જ.)ના જાડાઇ રોડની હજારિયા વાડી વિસ્તારમાં બોરની મોટરનો વાયર 20 મીટર કિં. રૂા. 7,600 તથા સાહેદોની વાડીના વાયર 82 મીટર કિં.રૂા. 32,810 એમ કુલ્લે રૂા. 40,410ના વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com