ચેકના કેસમાં એક વર્ષની કેદ સાથે 2.80 લાખનાં વળતરનો ચુકાદો

ભુજ, તા. 24 : સબંધના નાતે ઉછીના અપાયેલા રૂા. 2.80 લાખના બદલામાં આપવામાં આવેલો ચેક બેન્કમાંથી પરત ફરતા અંજારના જયેશ માધવજી કોડરાણીને જવાબદાર ઠેરવી તેને એક વર્ષની સાદી કેદ સાથે રૂા. 2.80 લાખ વળતર પેટે ચૂકવવા ચુકાદો અપાયો હતો.  આ પ્રકરણમાં અંજારના દિપકભાઇ અમૃતલાલ સોનીએ ફરિયાદ લખાવી હતી. અંજાર ખાતે બીજા અધિક ચીફ જયુ. મેજીસ્ટ્રેટ સમક્ષ સુનાવણી બાદ આરોપીને તકસીરવાન ઠેરવી કેદ અને વળતરની આ શિક્ષા કરાઇ હતી. વળતરની રકમ બે માસમાં ચૂકવી આપવા આદેશ કરાયો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે સામતભાઇ ડી. ગઢવી, ગાવિંદભાઇ બી. ગઢવી અને અલ્પેશભાઇ આર. બારોટ રહયા હતા.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust