ચેક પરત કેસમાં મિનરલ્સ પેઢીના ભાગીદારોને કેદ અને દંડની સજા કરાઇ

ભુજ, તા. 24 : પાંચ લાખ રૂપિયાના મૂલ્યના ચેક બેન્કમાંથી પરત ફરવાના કેસમાં અંબિકા મિનરલ્સ પેઢીના ભાગીદારો કેતન ગોપાલ પટેલ, આનંદીબેન ગોપાલભાઇ પટેલ અને નિયતી ગોપાલભાઇ પટેલને તકસીરવાન ઠેરવી તેમને ત્રણેયને ત્રણ માસની કેદ અને રૂા. પાંચ હજારના દંડની સજા અદાલતે કરી હતી. કિશન રોડવેઝ નામની પરિવહનકાર પેઢીના સંચાલકના પાવરદાર તરીકે નિર્મલ આત્મારામ પટેલ દ્વારા આ કેસની ફરિયાદ એક જ પરિવારના સદસ્ય એવા ત્રણેય આરોપી સામે લખાવાઇ હતી. ભુજમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ સુનાવણી બાદ ન્યાયાધીશે ત્રણેય આરોપીને જવાબદાર ઠેરવી કેદ અને દંડની સજા કરતો આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરેશ જે. જોશી સાથે દિપેન એચ. જોશી રહ્યા હતા.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust