અંજારમાં કિન્નર દાતા દ્વારા પ્રથમ વખત યોજાશે સર્વ ધર્મ સમૂહલગ્ન

અંજાર, તા. 24 : `સબકા માલિક એક' સાર્વજનિક ગ્રુપ દ્વારા તા. 4-2 શનિવારે કોમી એકતા અને ભાઇચારાની ધરતી માટે અગ્રેસર જિલ્લાનાં ઐતિહાસિક અંજાર શહેર મધ્યે એક જ મંડપમાં હિન્દુ અને મુસ્લિમ સમાજનાં સંયુક્ત સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરાયું છે. આ સમૂહલગ્નમાં નિકાહ કચ્છ મુફતી-એ-આઝમના પુત્ર હઝરત સૈયદ હાજી અર્મીનશા હાજી આમદશા (માંડવીવાળા) પઢાવશે. તેમજ સપ્તવિધિ લાલાભાઇ બી. મારાજ દ્વારા કરાવવામાં આવશે. આ  આયોજનના મુખ્ય દાતા કિન્નર જયશ્રી દે પ્રમિલા દે નાયકને દરેક સમાજના ધર્મગુરુઓ તેમજ આગેવાનો તરફથી આવકાર મળી રહ્યો છે. આ આયોજનમાં સમાજનાં ધર્મગુરુઓ, વિવિધ પક્ષના રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો તથા વહીવટી અધિકારીઓ હાજર રહેશે. પીર સૈયદ હાજી અનવરશા મહેબુબશા, સાદિક એ. રાયમા (એડવોકેટ) તેમજ સબકા માલિક એક સાર્વજનિક ગ્રુપના તમામ સભ્યોને કચ્છની અંદર પ્રથમ વખત આવું સમૂહલગ્નનું આયોજન કરી અને કોમી એકતા ઉજાગર કરવાના પ્રયાસોને આવકારવામાં આવી રહ્યા છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust