કડકડતી ઠંડીમાં પ્રાથમિક શાળાઓ ખુલ્લામાં કોઇ કાર્યક્રમો ન યોજે

ભુજ, તા. 24 : અત્યારે કચ્છમાં કાતિલ ઠંડીનું સામ્રાજ્ય છે. લોકો પોતાના ઘરમાં પણ ઠંડકનો તીવ્ર અનુભવ કરી રહ્યા છે ત્યારે ખાસ તો પ્રાથમિક શાળાઓમાં ખુલ્લામાં કોઇ કાર્યક્રમો ન યોજાય તેવી માગણી વાલીઓ કરી રહ્યા છે. તીવ્ર ઠારને લઇને અનેક બાળકો બીમાર થયાના અને કેટલાક તો લકવા જેવી ગંભીર બીમારીમાં સપડાયાં હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા થોડા દિવસથી કચ્છમાં શિયાળો તીવ્ર બન્યો છે. તાપમાન ઘણું નીચું અને તેમાંય ફૂંકાતા પવનોથી સખત ટાઢોડું છવાયલું રહે છે. આવામાં પ્રાથમિક શાળાઓની સવારની પાળીનો સમય થોડો મોડો કરાયો છે, પરંતુ દિવસભર રહેતાં ટાઢોડાને કારણે શાળાના પ્રાંગણમાં કાર્યક્રમો ન યોજવા જોઇએ તેવી માંગ ઊઠી છે. તાવ, શરદી જેવી બીમારીમાં તો ઘણાં બાળકો પટકાયાં છે, પરંતુ આ અતિશય ઢારને કારણે એકલ-દોકલ કિસ્સામાં ગંભીર બીમારી પણ થઇ હોવાનું જાણવા મળે છે. લકવા જોવી બીમારીને લઇને કેટલાક વાલીઓની સ્થિતિ અત્યંત કફોડી થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શિક્ષણ તંત્રે શાળાઓને માનવીય અભિગમ અપનાવીને હાલના સંજોગોમાં ખુલ્લામાં શારીરિક કસરતો સહિતના કાર્યક્રમો ન યોજવા જોઇએ તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

Crime

© 2023 Saurashtra Trust