વસંત પંચમીના પાટીદાર સમાજમાં સમૂહલગ્ન
વિથોણ (તા. નખત્રાણા), તા. 24 : વસંત પંચમીના ભારતભરમાં વસતા પાટીદાર સમાજના નવ જગ્યાએ સમૂહલગ્નો યોજશે. તા. 26/1/2023 ને વસંત પંચમીએ ભારતના જુદા-જુદા શહેરોમાં કડવા પાટીદાર જ્ઞાતિનો સમૂહલગ્નોત્સવ યોજાશે, જેમાં જ્ઞાતિના 65 યુગલ પ્રભુતામાં પગલાં માંડશે. દરેક લગ્નોના આયોજન સ્થાનિક સમાજ યુવક મંડળ અને મહિલા મંડળના સથવારે યોજાશે.આ લગ્નોત્સવમાં બેંગ્લોરમાં 10, નાગપુરમાં 10, નાસિકમાં 8, ધનસુરા (ગુજરાત)માં 17, હુબલીમાં ત્રણ, નડિયાદમાં ત્રણ, કલોલમાં છ, ચેનઇ (મદ્રાસ)માં છ અને કચ્છના ઉમિયા માતાજી મંદિર (વાંઢાય) ખાતે બે યુગલ લગ્નના પવિત્ર બંધને બંધાશે, જેમાં જાન આગમનથી માંડીને જાન વિદાય સુધીની વ્યવસ્થા સ્થાનિક સમૂહલગ્ન સમિતિ દ્વારા સંભાળવામાં આવશે.મુહૂર્ત મુજબ સવારે જાનોને તોરણે લેવાશે. ત્યારબાદ ગણેશજીનું સ્થાપન મંડપારોપણ, હસ્તમેળાપ, ચોરીના ચાર ફેરા, માથે હાથ ફેરવવાની વિધિ બાદ જાનોને જ્ઞાતિ પ્રણાલી મુજબ વિદાય આપવામાં આવશે. કન્યાદાનની રકમ અને અન્ય ભેટ-સોગાદો લગ્ન સ્થળે આપવામાં આવશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.26મી જાન્યુઆરી હોવાથી લગ્ન સ્થળે રાષ્ટ્રગીત સાથે ત્રિરંગો ફરકાવવામાં આવશે અને કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં અકાળે મૃત્યુ પામેલા આત્માને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવશે તેવું ઉમિયા માતાની સમૂહલગ્ન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com