જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે
ભુજ, તા. 24 : દેશના 74મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાભરમાં આન બાન શાન સાથે ઉજવણી કરાશે.એન્કરવાલા સરસ્વતી શિશુ મંદિર, સંતોષી માતાજીના મંદિર પાસે સવારે 9-30 વાગ્યે ધ્વજવંદન.જયનગર પ્રાથમિક શાળા, ભુજમાં સવારે 9 વાગ્યે શાળાની પૂર્વ વિદ્યાર્થિની જાનવી ઘનશ્યામભાઇ મકવાણાના હાથે ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ.કમ્પની કમાન્ડર વર્ગ-2 બટાલિયન બોર્ડરવિંગના ઓફિસર દૈવતસિંહ એન. જાડેજાના હસ્તે ધ્વજવંદન કરાશે. આ પ્રસંગે આર.એસ.એસ અધ્યક્ષ નવિનભાઇ વ્યાસ, એકતાયાત્રા, નાં.સાક્ષી રૂપભાઇ ઠક્કર, નર્બદા કેનાલ જમીન સંપાદન પ્રણેતા કેશુભાઇ ઠાકરાણી સંસ્થાના પ્રમુખ કિરીટભાઇ સોમપુરા અને સર્વેસભ્યો ઉપસ્થિત રહેશે.સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા નરસિંહ મહેતા નગરની શેરી નંબર 5 ખાતે ભુજ કોમર્શિયલ બેન્કના ડાયરેક્ટર ધીરેનભાઇ ઠક્કરના હાથે સવારે 10.45 વાગ્યે ધ્વજવંદન.ભુજના માજી હોમગાર્ડ પરિવાર સવારે 9.30 કલાકે માજી હોમગાર્ડ કાર્યાલય ખાતે વડીલોના હાથે ધ્વજવંદનનો કાર્યક્રમ ત્યારબાદ ભૂકંપમાં મૃત્યુ પામેલા 41 જણને સમૂહમાં અંજલિ. સંસ્કૃત પાઠશાળા ખાતે સવારે 9.45 કલાકે ધ્વજવંદનનો કાર્યક્રમ.પાલારા ખાસ જેલમાં સવારે જેલ અધિક્ષક એમ.જી. રબારીના હસ્તે ધ્વજવંદન બાદ વિવિધ કાર્યક્રમો યોજાશે. બહુમાળી ભવન કર્મચારી કલ્યાણ ગ્રાહક સહકારી મંડળી અને બહુમાળી ભવન કર્મચારી કલ્યાણ ગ્રાહક ધિરાણ મંડળી બહુમાળી ભવનના પટાંગણમાં સવારે 9-30 વાગ્યે આર.આર. રાવલિયા જિલ્લા સહાયક નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીના હસ્તે ધ્વજવંદન. માંડવી લોહાણા બોર્ડિંગમાં 10-30 વાગ્યે ઉપપ્રમુખ શશીકાંતભાઇ ચંદેના હસ્તે ધ્વજવંદન. માંડવી નગર સેવાસદન સવારે 9-30 વાગ્યે ટાગોર રંગ ભવન ખાતે ડો. ધીમંતભાઇ બી. વ્યાસ (આઇએએસ) પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ રાજકોટ ઝોનના હસ્તે ધ્વજવંદન.માંડવી જૈન નૂતન પ્રા. શાળા નં. 3 માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઇ દોશીના પ્રમુખપદે તા. 26-1ને ગુરુવારે 74મો પ્રજાસત્તાક દિન આન બાન અને શાનથી ઊજવાશે. સવારના 10 વાગ્યે. વંદનાબેન ઉજાસભાઇ દોશીના હસ્તે ધ્વજવંદન. ખલ્ફાન પ્રા. શાળા માંડવી સવારના 9-30 વાગ્યે માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઇ દોશીના હસ્તે ધ્વજવંદન. અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત, વિકલાંગ કન્યા છાત્રાલય (પાંજરાપોળ સામે નાગલપુર રોડ)માં 74મા પ્રજાસત્તાક દિને સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઇ ગણાત્રાના પ્રમુખપદે યોજાનારા કાર્યક્રમમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડે. ચંદ્રકાંતભાઇ ચોથાણીના હસ્તે ધ્વજવંદન. માંડવી એન્કરવાલા શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં ધ્વજવંદન સવારે 9-15 વાગ્યે ચંદ્રકાંતભાઇ ચોથાણીના હસ્તે. ખિદમત-એ-ખલ્ક ગ્રુપ માંડવી માંડવીના વેપારી અલીમામદ સાલેમામદ લુહારના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે 10 વાગ્યે ગ્રુપની ઓફિસ સામેના ચોકમાં. સણોસરા (તા. અબડાસા) જૂથ ગ્રામ પંચાયતમાં કુ. અંજનાબા પરેશસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરાશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com