વીરબાળ ભૂમિ સ્મારકમાં ભાવનાત્મક અને અર્થપૂર્ણ અનુભવ

અંજાર, તા. 6 : 26 જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપમાં મૃત્યુ પામેલા અંજારની શાળાના બાળકોની સ્મૃતિમાં બનાવાયેલું વીરબાળ ભૂમિ સ્મારક અને ભૂકંપના મૃતકો માટે ભુજીયા ડુંગરમાં વિશાળ ફલકમાં બનાવાયેલું સ્મૃતિવનનું તાજેતરમાં જ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જી.એસ.ડી.એમ.એ દ્વારા નિર્મિત અંજારના સ્મારકની ડીઝાઈનને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારની જાહરાત કરવામાં આવી છે. આ પુરસ્કારની જાહેરાત થકી અંજારનુ સ્મારક રાષ્ટ્રીય ફલક ઉપર ઝળકયું છે. અંજારના વીડી ચાર રસ્તા પાસે અદાજીત 15 કરોડના ખર્ચે વિશાળ ફલકમાં નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા ડીઝાઈન બનાવવાની કામગીરી ડીઝાઈન ફેકટરી ઓફ ઈન્ડીયાને સોંપવામાં આવી હતી. કોન્ફીડેરેશન ઓફ ઈન્ડીયન ઈન્ડસ્ટ્રીઝ (સી.આઈ.આઈ ) દ્વારા વિવિધ ક્ષેત્રની શ્રેષ્ઠ કામગીરીને પુરસ્કૃત કરવામાં આવે છે. આ વખતે સ્મારકની ડીઝાઈન બનાવનાર આર્કીટેક કંપની ડીઝાઈન ફેકટરી ઓફ ઈન્ડીયાને 12મો સી.આઈ.આઈ ડીઝાઈન એકસેલેન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છ.ઁ એવોર્ડ વિતરણ સમારોહ આગામી સમયમાં યોજાશે. સી.આઈ.આઈ દ્વારા ડીઝાઈન વિશે જણાવાયું હતું કે સ્મારકના તમામ તત્વોનો હેતું મુલાકાતીઓ માટે ભાવનાત્મક અને અર્થપુર્ણ અનુભવ બનાવવાનો છે. સમગ્ર પ્રોજેકટમાં કથનાત્મક પેવર્સ, આઉટડોર ઈન્સ્ટોલેશન, ફીલ્મો, શિલ્પ,વિગેરેના વર્ણન સરળ અને આકર્ષક સ્વરૂપમાં બનાવવામાં આવ્યા છે. સ્મારકમાં પ્રવેશતા જ વર્ષ 2001ના ભુકંપના બનાવનો અનુભવ થાય ઁ તેમજ તમામ બાળકોની વિવિધ વસ્તુઓની સ્મૃતિને પણ સાચવવામાં આવી છે. આ સ્મારક થકી ભુકપંની વરસી વેળાએ વાલીઓ પોતાના વ્હાલસોયા બાળકોને અંજલી સાચી અંજલી આપી શકશે.