મોરક્કો પહેલી વખત ક્વાર્ટર ફાઇનલમાં

દોહા, તા. 7 : કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વિશ્વકપમાં સાતમી પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં મોરક્કોએ સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં હાર આપી હતી. નિર્ધારિત 90 મિનિટ સુધી એકપણ ગોલ ન થયા બાદ મેચ એકસ્ટ્રા ટાઇમમાં પહોંચી હતી. એકસ્ટ્રા ટાઇમ પૂર્ણ થયા બાદ સ્કોર 0-0 થયો હતો. એ પછી પરિણામ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા થયું હતું. આ સાથે મોરક્કોએ વિશ્વકપના ઇતિહાસમાં પહેલીવાર ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પાકું કરી લીધું છે. આ પહેલાંના હેવાલ મુજબ વર્ષ 2010ના ફૂટબોલ વિશ્વ કપની ચેમ્પિયન સ્પેન અને આફ્રિકી ટીમ મોરક્કો વચ્ચેના પ્રી કવાર્ટર ફાઇનલ મુકાબલામાં રસાકસી વચ્ચે નિર્ધારિત 90 મિનિટમાં પરિણામ નીકળ્યું ન હતું. બન્ને ટીમ 0-0ના સ્કોરની બરાબરી પર રહી હતી. આથી મેચ એકસ્ટ્રા ટાઇમમાં પહોંચી હતી. સ્પેનની મજબૂત ફોરવર્ડ લાઇનને મોરકકોની ડિફેન્સ લાઇન અપે જોરદાર ટકકર આપી હતી. આથી સ્પેન માટે ગોલ કરવો શકય બન્યો ન હતો. સ્પેન પાસે બોલ પોઝિશન 7પ ટકા રહી હતી, આમ છતાં તે ગોલ કરવામાં સફળ રહ્યંy ન હતું. સ્પેન અને મોરકકો છેલ્લે 2010ના વિશ્વ કપમાં ગ્રુપ સ્ટેજમાં ટકરાયા હતા. ત્યારે મેચ 2-2થી ડ્રો રહી હતી. મોરકકો વર્તમાન વિશ્વ કપમાં બીજા નંબરની ટીમ બેલ્જિયમને હાર આપીને રાઉન્ડ-16માં પહોંચી છે. તેનો ફિફા ક્રમાંક 22 અને સ્પેનનો 7 છે.

Crime

© 2023 Saurashtra Trust