મહિલા ટીમના બેટિંગ કોચપદે કાનિટકર

નવી દિલ્હી, તા.6: બીસીસીઆઇ આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફાર કર્યા છે. પૂર્વ ખેલાડી ઋષિકેશ કાનિટકરને મહિલા ટીમના બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે. આ નિયુક્તિ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી પાંચ મેચની ટી-20 સિરીઝથી લાગુ થશે જ્યારે મહિલા ટીમના મુખ્ય કોચ રમેશ પવારને બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં મોકલી દેવામાં આવ્યા છે. જ્યાં તે વીવીએસ લક્ષ્મણના માર્ગદર્શનમાં કામગીરી કરશે. કાનિટકરે પોતાની બેટિંગ કોચની નિયુક્તિ બાદ કહ્યંy છે કે હું આ પડકાર માટે તૈયાર છું. મહિલા ટીમ પાસે અનેક યુવા અને અનુભવી ખેલાડીઓ છે જ્યારે રમેશ પાવરે કહ્યંy કે મહિલા ટીમ સાથેનો કાર્યકાળ શાનદાર રહ્યો. આ દરમિયાન મેં ઘણી પ્રતિભાશાળી અને અનુભવી મહિલા ખેલાડીઓ સાથે મળીને ટીમને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો. હવે એનસીએમાં નવી પ્રતિભાઓને તૈયાર કરવામાં મદદ કરીશ.