એન્ડરસન કુંબલેથી આગળ થયો

રાવલપિંડી, તા.6: ઇંગ્લેન્ડે રાવલપિંડી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવીને નવો ઇતિહાસ રચ્યો હતો. ઇંગ્લેન્ડની આ જીતમાં 40 વર્ષીય બોલર જેમ્સ એન્ડરસને નવો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં, એન્ડરસને છેલ્લા દિવસે શાનદાર બોલિંગ કરી અને પાકિસ્તાનને બીજી ઇનિંગ્સમાં ઓલઆઉટ કરવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો છે. એન્ડરસને પાકિસ્તાનની બીજી ઇનિંગ્સમાં 24 ઓવરમાં 36 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જેમ્સ એન્ડરસન દુનિયાના એકમાત્ર ફાસ્ટ બોલર છે. જેના નામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. પ્રથમ અને બીજા નંબર પર સ્પિનરો છે. આ રેકોર્ડની વાત કરીએ તો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનિલ કુંબલેએ પોતાની કારકિર્દીમાં 956 વિકેટ લીધી હતી. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ડરસનના નામે કુલ 959 વિકેટ નોંધાઇ ગઇ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ મુરલીધરના નામે છે.

Crime

© 2023 Saurashtra Trust