દીપિકા પાદુકોણ કતારમાં ફિફા ટ્રોફી પરથી પરદો હટાવશે

દીપિકા પાદુકોણ કતારમાં ફિફા ટ્રોફી પરથી પરદો હટાવશે
નવી દિલ્હી, તા.6: કતારમાં રમાઈ રહેલ ફૂટબોલ વર્લ્ડ કપમાં રાઉન્ડ-16ના આખરી બે મુકાબલા આજે રમાશે. 18 ડિસેમ્બરે ફાઇનલ મુકાબલો રમાશે. હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, બોલીવૂડની ટોચની હીરોઇન દીપિકા પાદુકોણ ફિફા વર્લ્ડ કપમાં નજરે પડશે. દીપિકા ફિફા વર્લ્ડ કપની ટ્રોફીનું કતારમાં અનાવરણ કરશે. આ માટે તે ટૂંક સમયમાં કતાર પહોંચશે. આ પહેલાં બોલીવૂડની ડાન્સ ક્વિન નોરા ફતેહીએ વર્લ્ડ કપમાં પરફોર્મ કર્યું હતું. દીપિકા સાથે જોડાયેલાં સૂત્રોએ જણાવ્યું છે કે, સ્ટેડિયમમાં દીપિકાના હસ્તે ફિફા ટ્રોફી પરથી પરદો હટાવવામાં આવશે. જો કે કઇ મેચમાં દીપિકાને આ મોકો અપાશે તે હજુ જાહેર થયું નથી. દીપિકા એક વૈશ્વિક હસ્તી છે. તે હિન્દી ઉપરાંત હોલીવૂડની પણ ફિલ્મો પર કરી ચૂકી છે. હાલ તે તેની નવી ફિલ્મો ફાઇટર અને પઠાણના શૂટિંગમાં વ્યસ્ત છે. ફાઇટરમાં તેની સાથે રીતિક રોશન અને પઠાણમાં શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ છે.

Crime

© 2023 Saurashtra Trust