માધાપરમાં પ્રસાદી મંદિરે આજથી મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

માધાપર, તા. 6 : સ્વામિનારાયણ ભગવાન જે પાવન ભૂમિ પર પગલાં કર્યા હતા તે ભૂમિ પર મહંત સદ્ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજીએ સૌપ્રથમ મંદિર કરેલ, માધાપર ગામ અને સત્સંગના ગૌરવ સમાન પ્રસાદીની જગ્યાએ વર્ષો સુધી સત્સંગ-ભજન થતા રહ્યા. સમયથી આજે માધાપર ગામ વિકસી નવાવાસની રચના થઇ અને નવાવાસમાં હરિભકતોએ મંદિરનું નિર્માણ કર્યું. સમયની સાથે ઘણું બદલાયું ધરતીકંપ આવતા મંદિર જર્જરિત બન્યું. તેમ છતાં ઠાકોરજી મૂર્તિ ત્યાંજ વિરાજી દર્શન આપતા રહ્યા. મંદિરની મૂળ જગ્યા નાની હતી, ત્યારે સંનિષ્ઠ સત્સંગી અરજણભાઇ ભુડિયાએ દાતા પરિવારના આર્થિક યોગદાન દ્વારા આજુબાજુની જગ્યાનું સંકલન કરી શ્રીજી મહારાજના આશિર્વાદથી વર્તમાન સમયને અનુરૂપ મંદિર બને તેટલી જગ્યા પર પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞાથી માધાપરના હરિભકતો સાથે સદ્ગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીના મંડળના સંતોએ બાંધકામની સેવાનું બીડું ઝડપ્યું. સૌના સહિયારા સહયોગથી ભવ્ય પ્રસાદી મંદિર તૈયાર થયું, જેનો ભવ્ય ઉત્સવ ભુજ મંદિરના મહંતસ્વામીના સાંનિધ્યમાં પરમ પૂજ્ય આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે તા. 9-12-22ના વિધિવત મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા થશે. આ અવસરે વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત સંગીત સાથે વિશાળ મંડપ અને સુંદર બેઠક વ્યવસ્થા સાથે તા. 7-12થી 11-12 સુધી પાંચ દિવસ એમ.એસ.વી. હાઇસ્કૂલ માધાપરના પટાંગણમાં યોજાશે. આ પ્રસંગે મંગલ કાર્યક્રમો પોથીયાત્રા બુધવાર તા. 7-12ના બપોરે ત્રણ કલાકે નૂતન મંદિરથી કથા મંડપ સુધી દિપ પ્રાગટય બુધવાર તા. 7-12 કલાકે, કૃષ્ણ જન્મોત્સવ ગુરુવાર 8-12 સવારે 9 કલાકે, શ્રીહરિયાગ શુક્રવાર તા. 9-12 સવારે 9 કલાકે, મૂર્તિ પ્રતિષ્ઠા શુક્રવાર તા. 9-12 સવારે 11 કલાકે. ગોવર્ધન ઉત્સવ શુક્રવાર તા. 9-12 રાત્રે 9 કલાકે, ઠાકોરજીની નગરયાત્રા તા. રવિવારના 11-12ના બપોરે 3 કલાકે, રાસોત્સવ સોમવાર તા. 12-12ના રાત્રે 7.30 કલાકે, કથા સમય 3.30થી 6, રાત્રે 8થી 10.30 કલાકનો રહેશે. મહોત્સવના મુખ્ય યજમાન અ.નિ. ગોવિંદ જેઠા ભુડિયા સુપુત્રો જાદવજીભાઇ, કિશોરભાઇ, પુત્રી કાન્તાબેન. મહોત્સવના સહયજમાન લાલજી કરશન કાનજી વરસાણી, સુપુત્ર જાદવજીભાઇ ધ. પત્ની શાંતાબેન સુપુત્ર રવિલાલ. સાંખ્યયોગી બહેનોના સાડલાના યજમાન અ.નિ. સામજી લાલજી ગોરસિયા સુપુત્ર ખીમજીભાઇ, જયંતભાઇ, ધર્મેન્દ્રભાઇ. એક દિવસ ભોજન પ્રસાદના યજમાન પરબત કરસન વરસાણી સુપુત્ર કાનજીભાઇ, ઘનશ્યામ, વિષ્ણુ. સંતોની રસોઇના યજમાન દેવજી ગાંગજી હાલાઇ સુપુત્ર નટુભાઇ. સાંખ્યયોગી બાઇના રસોડાના યજમાન અ.નિ. પ્રભુલાલ વાલજી ભુડિયા હસ્તે સામબાઇ વાલજી ભુડિયા. રાસોત્સવના યજમાન ગોવિંદ મુરજી પીંડોરિયા સુપુત્ર કિશોર નરેન્દ્રભાઈ સહ પરિવાર. ભુજથી નરનારાયણ દેવને થાળ અને રસોઇ અ.નિ. નારણ કરશન ભુડિયા સુપુત્ર દેવજીભાઇ સહ પરિવાર. રાત્રિ સભાના પ્રસાદના યજમાન કાનજી મુરજી ભુડિયા સુપુત્ર પરેશ, અ.નિ. અમરબેન દેવશી પિંડોળિયા હ. મહેન્દ્રભાઇ દેવશી લાલજી કરસન ગોરસિયા સુપુત્ર દિનેશભાઇ, અ.નિ. ધનબાઇ શિવજી સામજી હીરાણી સુપુત્ર દેવજીભાઇ, સાંખ્યયોગી રામબાઇ કુંવરજી પીંડોળિયા. મંદિરનું ખાતમુહૂર્ત શ્રી નરનારાયણ દેવની મૂર્તિ અને સિંહાસનની સેવા વિશ્રામ લાલજી પીંડોળિયા, ગોપાલ ઇન્વેસ્ટમેન્ટ પ્રા.લિ. સુપુત્રો કાંતિલાલ, વિજયભાઇ, સુરેશભાઇ, સુરજપરના ખીમજી રવજી દેવરાજ હાલાઇ હ. મુકેશભાઇ. બાંધકામની સેવા જાદવજી લાલજી વરસાણી, સુપુત્ર રવિલાલ. સહજાનંદ સ્વામી, શ્રીરામ, સીતાજી, શ્રીગણેશ, શ્રી હનુમાનજી મૂર્તિ-સિંહાસનની સેવા સામજી વેલજી પ્રેમજી પીંડોળિયા સુપુત્ર કિશોરભાઇ. શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ-સિંહાસનની સેવા નાનજી સામજી વરસાણી સુપુત્ર મનીષ, સાગર. શ્રી રાધાદેવ મૂર્તિ-સિંહાસનની સેવા સાંખ્યયોગી બાઇ કુંવરબાઇ હીરાલાલ વાગજિયાણી. પ્રવેશદ્વારની સેવા અ.નિ. દેવજી કાનજી વોરા સુપુત્રો હીરજી, રમેશ, વિશ્રામ ધનજી વોરા, જશુબેન શિવજી ગોરસિયા, બાંધકામની સેવા અ.નિ. પુરુષોતમ ડાયાલાલ સોલંકી સુપુત્રો મહેશભાઇ બેનામ કવિ, સમાજરત્ન વિનોદભાઇ સોલંકી, સમાજરત્ન મનોજભાઇ સોલંકી. મંદિરના મારબલની સેવા અ.નિ. અરજણ વિશ્રામ મેપાણી સુપુત્રો પ્રવીણભાઇ સહપરિવાર. પૂજારીના રૂમની સેવા અ.નિ. પ્રેમજી સામજી પીંડોળિયા સુપુત્રો મહેન્દ્રભાઇ સહપરિવાર. લાઇટ ફિટીંગની માલની સેવા સાંખ્યયોગી રામબાઇ રૂડા ડબાસિયા, સાંખ્યયોગી પુરબાઇ ગાંગજી ડબાસિયા. શિખરની સેવા અ.નિ. મુરજી અરજણ હાલાઇ સુપુત્રો લક્ષ્મણભાઇ, અ.નિ. હિરાલાલભાઇ, અ.નિ. વાલજીભાઇ, નારણભાઇ, અશ્વિનભાઇ. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર અ.નિ. નારણ કરસન ભુડિયા પુત્ર દેવજીભાઇએ લાભ લીધો છે.