ઋતુ ફેરફારના લીધે કાંઠાળપટ્ટમાં રાયણનાં વૃક્ષે લાગ્યાં કમોસમી ફળ

કાઠડા, (તા. માંડવી) તા. 6 : શિયાળો હજી જામ્યો નથી સવાર-સાંજ સાધારણ ઠંડીની અસર વર્તાય છે. તો આ ઋતુમાં ફેરફારની અસર પર્યાવરણ પર પણ દેખાઇ રહી છે. ફળ-ફળાદીમાં આવતું વૃક્ષ રાયણી (રાયણ) જે ઉનાળો એટલે કે માર્ચ-એપ્રિલ માસમાં જોવા મળે છે. પણ ઋતુઓમાં બદલાવ સાથે વૃક્ષોમાં થતા ફળોમાં પણ જોવા મળી રહ્યા છે. માંડવી તાલુકાના કાંઠાળપટ્ટી વિસ્તારમાં અમુક રાયણીના વૃક્ષો પર કમોસમી રીતે ફળ આવવા લાગ્યા છે અને પાકયાં પણ છે. આ અંગે પર્યાવણ પ્રેમી નિવૃત ફોરેસ્ટર હરજીભાઇ ગઢવીએ જણાવ્યું હતું. કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ તથા વધતા જતા વાહન-વ્યવહારના લીધે પ્રદુષણ વધી રહ્યો છે. જેના હિસાબે ઋતુઓમાં પણ ફેરફાર જોવા મળે છે. જેથી આવનારા સમયમાં પર્યાવરણ જાળવણી માટે પ્રયત્નો થવા જોઇએ. (તસવીર : અહેવાલ : રમેશ ગઢવી).