ડો. બાબાસાહેબ દેશના સર્વાંગી વિકાસના પાયાના પથ્થર

ડો. બાબાસાહેબ દેશના સર્વાંગી વિકાસના પાયાના પથ્થર
ભુજ, તા. 6 : ભારતીય સંવિધાનના ઘડવૈયા અને દેશના સર્વાંગી વિકાસના પાયાના પથ્થર ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિએ કચ્છમાં વિવિધ સંસ્થાઓ-રાજકીય પક્ષો દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પાઈ હતી. ભુજ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતરત્ન, વિશ્વ વિભૂતિ, ભારતીય સંવિધાનના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ (પુણ્યતિથિ)એ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલના હસ્તે તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. સાથે કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પંચાણભાઈ સંજોટ, મહામંત્રી શીતલભાઈ શાહ, મંત્રી પ્રફુલ્લાસિંહ જાડેજા, વિજુબેન રબારી, દેશમુખ દાદા, મુંદરા-ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, ભુજ શહેર ભાજપ પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા, મહામંત્રી જયદીપાસિંહ જાડેજા, ભૌમિકભાઈ વછરાજાની, નિકુલભાઈ ગોર, જયંતભાઈ ઠકકર, હિરેનભાઈ રાઠોડ, નગરપાલિકાના ઉપપ્રમુખ રેશ્માબેન, કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી પ્રેમજીભાઈ મંગરિયા, ભુજ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ઈશ્વરભાઈ મહેશ્વરી, ઉપપ્રમુખ રાજુભાઈ દાફડા, ડી. એલ. સોધમ, રાપર તાલુકા પંચાયતના સા.ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી, રમેશભાઈ ધુવા, વાલજીભાઈ ધેડા, પ્રકાશભાઈ ડગરા, ડી. એલ. સોધમ, શૈલેશ ધેડા, પ્રેમભાઈ દનિચા, નરેશભાઈ ધેડા, કેશુભાઈ રોલા તથા સામાજિક અને રાજકીય આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પક્ષના આગેવાનો અરજણ ભુડિયા, ધર્મેન્દ્ર ગોહિલે બાબાસાહેબને મહામાનવ ગણાવ્યા હતા. આ વેળાએ આગેવાનો ધીરજ રૂપાણી, દાનાભાઈ બડગા, અંજલિ ગોર, આઇશુબેન સમા, રજાકભાઇ ચાકી, દિલીપ મહેશ્વરી, ભીમજી ફફલ, રમણીકભાઇ ગરવા વિ. આગેવાનોએ શ્રદ્ધાસુમન અર્પણ?કર્યા હતા એવું જિલ્લા પ્રવક્તા ગનીભાઇ કુંભારે જણાવ્યું હતું. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ : ભારત સરકારના માજી સબ કમિટી મેમ્બર અને અ.જા. આગેવાન ધર્મેન્દ્ર ગોહિલે ડો. બાબાસાહેબને દેશના સર્વાંગી વિકાસના પાયાના પથ્થર ગણાવ્યા હતા. આ પ્રસંગે મારવાડા સમાજના જિલ્લા પ્રમુખ પચાણભાઇ સંજોટ, રમેશ વાણિયા, મોહન મેરિયા, જીવરાજ વાઘેલા, બાબુલાલ ગરવા, અર્જુન વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા ટાઉનહોલ સામે આવેલી પ્રતિમાને હારારોપણ કરાયું હતું. સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઇ અંતાણી, મધુકાન્તભાઇ ત્રિપાઠી, વિનોદભાઇ ગોર, અંકિતાબેન ધોકાઇ, નર્મદાબેન ગામોટ તેમજ ભારત સેવક, સમાજના કાર્યકારી પ્રમુખ અબ્દુલ ગફુર શેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃત પાઠશાળા અને ગીતાજી પઠન કેન્દ્ર દ્વારા વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પંકજબેન રામાણી, ચિરાગભાઇ ભટ્ટ, અનુપમભાઇ શુકલ, જયશ્રીબેન હાથી, પારૂલબેન બૂચ વગેરે જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન વિભાકર એન. અંતાણી અને આભારદર્શન જિતેન્દ્રભાઇ છાયાએ કર્યું હતું. માંડવી : વિશ્વ હિન્દુ પરિષદ : નગર તથા સામાજિક સમરસતા મંચ પશ્ચિમ કચ્છ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ કાર્યમાં વિહિપ જિલ્લા ઉપાધ્યક્ષ દિપેશભાઈ જોષી, માંડવી નગર અધ્યક્ષ જિગરભાઈ બાપટ, નગર મંત્રી હિતેશભાઈ દામા, નગર ઉપાધ્યક્ષ મિલનભાઈ વાઘેલા, કિશોરભાઈ નંદા, ધીરેનભાઈ જોષી વગેરેએ ખાસ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુંદરા :?જય ભીમ ચેરિટેબલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ મુંદરા દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 24750 સી.સી. રક્તદાન થયું હતું. આ રક્ત થેલેસેમિયાના દર્દીઓને માટે ઉપયોગમાં લેવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી પ્રમુખ સુનીલ વ્યાસ, મંત્રી કનૈયા ગઢવી, વિકી ગોહરાણી, અતુલ પંડયા, શૈલેશ માલી, બલદેવસિંહ જાડેજા, હિરેન સાવલા, બી.એમ. ગોહિલ, બી.એડ. કોલેજના આચાર્ય ડો. એલ.વી. ફફલ તથા જય ભીમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ સુતરિયા, ઉપપ્રમુખ દેવશીભાઈ વીકમા, કમલેશભાઈ, યોગેશભાઈ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. મુંદરા શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા ડો. આંબેડકરની પ્રતિમાને હારારોપણ અને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાસુમન અર્પિત કરાયા હતા. આ તકે મુંદરા તાલુકા અને શહેરના પ્રમુખ કિશોરભાઈ પિંગલ, કપિલ કેસરિયા, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ભૂપતસિંહ જાડેજા, મંત્રી ભરત પાતારિયા, તા. પં.ના પૂર્વ વિપક્ષી નેતા મીઠુભાઈ મહેશ્વરી, તા. પં. સદસ્ય આશારિયા ગીલવા, પાલિકા વિપક્ષના ઉપનેતા કાનજી સોંધરા વિ. હાજર રહ્યા હતા. નખત્રાણા : ભારતીય સંવિધાનના ઘડવૈયા, ભારતરત્ન બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે નખત્રાણાના આંબેડકર ચોકમાં તાલુકા ભાજપ તથા તાલુકા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ અનુ. મોરચાના અગ્રણીઓ દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરી તેમની સેવાઓને યાદ કરાઈ હતી. ડો. બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસે આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઈ પટેલ, રવિભાઈ ગરવા, મોહનભાઈ ચાવડા, હરિસિંહ રાઠોડ, અમૃતભાઈ ગરવા, ભરતભાઈ વાઘેલા, જિતેન્દ્રસિંહ જાડેજા, ડાહ્યાભાઈ સેંઘાણી, રાજુભાઈ સોનપાર, મંગળાબેન વાઘેલા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નખત્રાણાના તરા ગામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બાબાસાહેબની પ્રતિમા પર ફૂલહાર કરી અને એમના કાર્યોનું સ્મરણ કરી અને નતમસ્તક વંદન કરાયા હતા. આ કાર્યક્રમમાં મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરી, તરા ગામના યુવા અગ્રણીઓ હરેશ મહેશ્વરી, મીઠુ મહેશ્વરી (એક્સ આર્મીમેન), રામજીભાઈ, પપુભાઈ, નવીનભાઈ, કાંતિભાઈ અને ગ્રામજનો વગેરે જોડાયા હતા.

Crime

© 2023 Saurashtra Trust