રાપરમાં જલારામ ગ્રુપ દ્વારા યોજાયો પાંચમો રક્તદાન કેમ્પ

રાપરમાં જલારામ ગ્રુપ દ્વારા યોજાયો પાંચમો રક્તદાન કેમ્પ
રાપર, તા. 6 : અહીંની સેવાકીય કાર્યો કરતી સંસ્થા જલારામ ગ્રુપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું  હતું. આ વેળાએ બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લઈ રકતદાન કર્યું હતું. ં સંસ્થા દ્વારા યોજવામાં આવેલા પાંચમા રકતદાન કેમ્પનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે દિપપ્રાગ્ટય કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સંસ્થાના વિનોદભાઈ દાવડા, ભરતભાઈ રાજદે,હસમુખ પ્રજાપતી, વસતંભાઈ આદુઆણી, ચાંદ ભીંડે, સાબુદીન ખોજા,રાપર લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ ચંદે, બળવંતભાઈ ઠક્કર, હસમુખ સોની વિગેરેએ પ્રાસંગીક વકતવ્યમાં રકતદાન મહાદાન હોવાનું જણાવી આ પ્રવૃતિથી તત્કાલ સમયે દર્દીને સમયસર લોહી મળી શકશે અને જીવ બચાવી શકાશે. આ પ્રવૃતિ સમયાંતરે યોજવામાં આવે તેવી લાગણી વ્યકત કરી સંસ્થાના આયોજનને બીરદાવ્યું હતું. જી.કે.જનરલ બ્લડ બેન્ક અને તાલુકા આરોગ્ય કચેરીના સહયોગથી યોજાયેલા કેમ્પમાં 50 જણાએ રકતદાન કર્યું હતું.તાલુકા આરોગ્ય વિભાગના ડો.જીગર દવે, ડો.કપીલ પટેલ, ચંદ્રેશ દરજી, ભુમી દરજી, રેશમા ચૌહાણ, ડીમ્પલ જોષી, દિનેશ મકવાણા, વિગેરેએ સેવા આપી હતી. આયોજનમાં નયન સુરૈયા, ડાયાભાઈ ઠાકોર, ભાવિન કોટક, રાહુલ સોમેશ્વર, કૃપાલસિંહ વાઘેલા, દિપક સાધુ, ધનસુખ સાયતા હરેશ મજીઠીયા સહયોગી બન્યા હતાં. સંચાલન દિનેશ ચંદેએ અને આભાર વિધિ શૈલેષ ભીંડેએ કરી હતી. રકતદાતાઓને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

Crime

© 2023 Saurashtra Trust