ભુજની દૂન પબ્લિક સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું

ભુજની દૂન પબ્લિક સ્કૂલમાં  વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું
ભુજ, તા. 6 : તાલુકાના માધાપર સ્થિત દૂન પબ્લિક સ્કૂલ ખાતે અટલ-ટીકરિંગ લેબ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું. જેમાં અમરચંદ સંઘવી, અદાણી પબ્લિક સ્કૂલ, કમલા રાણી પબ્લિક સ્કૂલ, શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ, કાકુભાઇ પારીખ સ્કૂલ, વ્હાઇટ-હાઉસ પબ્લિક સ્કૂલ, મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલ, માતૃછાયા કન્યા વિદ્યાલય, વેલસ્પન વિદ્યામંદિર, દયાનંદ આર્ય વૈદિક પબ્લિક સ્કૂલ, પર્લ સ્કૂલ બોર્ડ ઓફ એકસેલેંસ એન્ડ વેલ્યુ એજ્યુકેશન સહિતની અગિયાર શાળાઓએ ભાગ લીધો હતો. વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન રિઝનલ સાયન્સ સેન્ટરનાં ડાયરેકટર ડો. રાજેન્દ્ર કુમાર પટેલ અને કચ્છ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કનિષ્ક શાહ, દૂન પબ્લિક સ્કૂલનાં ચેરપર્સન  નેહાબેન દીપેશભાઇ ઠક્કરે કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને તેમને સમકક્ષ યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા, સુષુપ્ત શક્તિઓનું અનાવરણ કરવા તક મળી રહે તેવા હેતુથી આ આયોજન હાથ ધરાયું હતું. એક તરફ ઉપલા સ્તર માટેનું વૈજ્ઞાનિક માળખું ક્રમશ: તૈયાર કરવામાં આવ્યું, તો બીજી બાજુ, પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાનની વિવિધ શોધો અને ટેકનોલોજીના ઉદ્ભવ તથા ઉત્કર્ષથી વિદ્યાર્થીઓને વાકેફ તથા રસપ્રવૃત્ત કરવા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ બંધ, જળાશય, રિફાઇનરી, અણુ-પરમાણું, રોકેટ, ઉપગ્રહ જેવી અદ્યતન રચનાઓ રજૂ કરી હતી. વિજ્ઞાનમેળામાં વિદ્યાર્થી સંકલિત પરિપથની સમજ આપાઈ હતી. વિજ્ઞાનમેળામાં જૂથ-એ. ધોરણ 6થી 8, જૂથ-બી.માં ધોરણ 9થી 12ના છાત્રોએ  ભાગ લીધો હતો. પ્રથમ વિજેતાને રોકડ 1500, દ્વિતીય વિજેતાને રોકડ 1000 તેમજ તૃતીય વિજેતા શાળાને રોકડ રકમ 500થી પ્રોત્સાહિત કરાયા હતા. જૂથ-એ.માં પ્રથમ વિજેતા દયાનંદ આર્ય વૈદિક પબ્લિક સ્કૂલ, દ્વિતીય વિજેતા પર્લ સ્કૂલ ઓફ એકસેલેંસ એન્ડ વેલ્યુ એજ્યુકેશન અને તૃતીય વિજેતા દૂન પબ્લિક સ્કૂલ રહી હતી. જૂથ-બી.માં પ્રથમ વિજેતા દૂન પબ્લિક સ્કૂલ, દ્વિતીય વિજેતા શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ તથા તૃતીય વિજેતા દયાનંદ આર્ય વૈદિક પબ્લિક સ્કૂલ રહી હતી. નિર્ણાયક તરીકે રાજેન્દ્ર પટેલ અને કનિષ્ક શાહ રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ ટ્રસ્ટી અવનીશભાઇ ઠક્કર, જયંતીભાઇ ઠક્કર, ચેરપર્સન નેહાબેન ઠક્કર, દીપેશભાઇ ઠક્કર, આચાર્યા ડો. સારિકા શર્મા તેમજ મેનેજર આકાશ શર્માએ અભિનંદન પાઠવ્યા હતા.

Crime

© 2023 Saurashtra Trust