ભુજમાં જૈનાચાર્યના ચાતુર્માસ સંપન્ન થતાં ઋણસ્વીકાર કાર્યક્રમ યોજાયો

ભુજમાં જૈનાચાર્યના ચાતુર્માસ સંપન્ન થતાં ઋણસ્વીકાર કાર્યક્રમ યોજાયો
ભુજ, તા. 6 : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના પ્રેરણામૂર્તિ વાગડ સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય કલ્પતરુસૂરિશ્વરજી મ.સા. આદિઠાણા-33નો ચાતુર્માસ સંપન્ન થતાં તાજેતરમાં સંસ્થાના ઉપક્રમે ઋણસ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. સામૂહિક ગુરુવંદના બાદ સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતા તથા પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, પ્રદીપ દોશી વિગેરેએ આ ચાતુર્માસ દરમ્યાન સળંગ સાડા ચાર માસ સુધી હાથ ધરવામાં આવેલા માનવસેવા, જીવદયા અનુકંપા વિગેરે સેવાકીય પ્રોજેક્ટોની માહિતી આપી હતી અને લમ્પિગ્રસ્ત ગૌવંશની સારવાર માટે સંસ્થા દ્વારા આપવામાં આવેલા યોગદાનનું વર્ણન કર્યું હતું. આચાર્યએ માંગલિક સંભળાવ્યું હતું અને દીન-દુ:ખિયા માનવો અને અબોલા જીવોના આંસુ લૂછવાનું, ઉત્તમ કાર્ય કરનાર સંસ્થાના કાર્યકરો અને ઉદાર દિલ દાતાઓની દિલેરીને બિરદાવી દરેકને ધર્મમય, મંગલમય જીવનના આશીર્વાદ સાથે સેવાનો વ્યાપ વધારવાના સંકલ્પ લેવડાવ્યા હતા. પ્રદીપ દોશી, કે. બી. પરમાર, શાંતિલાલ મોતા, ચિંતન મહેતા, પ્રશાંત પૂજ, અરવિંદ દાત્રાણિયા, રાજેશ સંઘવી, વિજય મહેતા વિ. કાર્યકરો જોડાયા હતા.

Crime

© 2023 Saurashtra Trust