મહિલાઓ ઘરકામ સાથે રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રસ લે

મહિલાઓ ઘરકામ સાથે રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રસ લે
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 6 : મહિલાઓમાં રહેલી રચનાત્મક પ્રવૃત્તિઓ ઉજાગર થાય ઇતર પ્રવૃત્તિ સાથે મહિલાઓ પણ સેવાકીય કાર્યો કરવા આગળ આવે એવું ભુજ મુસ્લિમ ખત્રી મહિલાઓ દ્વારા ભુજ ખત્રી જમાતખાના ખાતે યોજવામાં આવી હતી. પ્રથમ વખત યોજાયેલી આ સ્પર્ધાને સંબોધતા ખત્રી હમીદાબેન એન. ખત્રીએ ઘરકામ, બાંધણી ભીંઢી બાંધવી જેવી ઘરની પ્રવૃત્તિઓ સાથે મહિલાઓ ઘરમાં શિક્ષણના ત્રોત બાળકોમાં કેમ વધે ઉપરાંત મહિલાઓને રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ ધ્યાન આપવાની વાત કરી હતી. શેરબાનુ એ. ખત્રી, સકીનાબેન એમ. ખત્રી, તન્વીન એ. ખત્રી વગેરે આયોજન સંભાળ્યું હતું. રસોઇ સ્પર્ધામાં 9, મહેંદીમાં 10 અને રમતોમાં 14 સહિત 33 મહિલાએ ભાગ લીધો હતો. વિવિધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ખત્રી મરિયમ, ખત્રી રૂકસાર, ખત્રી ફરહિના, બીજા ક્રમે ખત્રી અમરિન, ખત્રી નમરા, ખત્રી ફરજાના, ત્રીજા ક્રમે ખત્રી સામિયા, ખત્રી અયમન, ખત્રી સફા વિજેતા થતા ઇનામો અપાયા હતા. દાતા હમીદા એન. ખત્રી તરફથી મુખ્ય તો આશ્વાસન ઇનામો શેરબાનુ ખત્રી તરફથી આપવામાં આવ્યા હતા. સંચાલન સકીનાબેન ખત્રીએ કર્યું હતું.

Crime

© 2023 Saurashtra Trust