ગાંધીધામ-અંજારમાં બાબાસાહેબને શ્રદ્ધાંજલિ

ગાંધીધામ-અંજારમાં બાબાસાહેબને શ્રદ્ધાંજલિ
ગાંધીધામ, તા. 6 : અહીંના કંડલા કોમ્પલેક્સ મહેશ્વરી સમાજ દ્વારા ભારતરત્ન, સંવિધાનના નિર્માતા બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરની 65મી નિર્વાણતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા તેમજ ગાંધીધામ શહેર કોંગ્રેસ દ્વારા જ્ઞાનના પ્રતીક ડો. આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહેરના આંબેડકર સર્કલ ખાતે મહેશ્વરી સમાજના અગ્રણીઓ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરાયું હતું. બે મિનિટ મૌન પાળી બાબાસાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. પ્રમુખ અશોકભાઇ ધેલા, ખીમજીભાઇ થારુ, જગદીશભાઇ દાફડા, જીવરાજભાઇ ભાંભીએ બાબાસાહેબે કરેલાં કાર્યોને યાદ કર્યાં હતાં. આ વેળાએ બાબુભાઇ જંજક, પ્રહ્લાદભાઇ ઠોઠિયા, સવજીભાઇ કોચરા, મંગલભાઇ, સવજીભાઇ વિગોરા, રામલાલ સિરોખા, પૂનમ ભરાડિયા, પ્રેમભાઇ બળિયા, સુરેશ ધુવા, વાલુબેન ધેડા, લક્ષ્મીબેન થારૂ, નીતાબેન સિંચ, નાનુબેન ધુવા વગેરે હાજર રહ્યા હતા. શહેર કોંગ્રેસ દ્વારા પણ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. સામાજિક સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વની ભાવના દ્વારા દેશના વિકાસ ઉપર હંમેશાં ભાર મૂકનારા ડો. બાબાસાહેબનું શૈક્ષણિક પરિમાણ એ ભારતીય સામાજિક માળખાંને પ્રગતિના માર્ગ પર લઇ જવા માટેનું એક અર્થપૂર્ણ પગલું છે. દરેક માણસે સ્વશિક્ષિત હોવા સાથે અન્ય વ્યક્તિને પણ શિક્ષિત કરતા રહેવું જોઇએ તેવી આગવી વિચારધારા ધરાવતા મહામાનવ, ભારતરત્ન, જ્ઞાનના પ્રતીક, બંધારણના ઘડવૈયા, બોધિસત્વ, કરોડો લોકોના મસીહા, માનવાધિકારોના પ્રણેતા, કરોડો મહિલાઓના ઉદ્ધારક ડો. બાબાસાહેબને નમન કરાયા હતા. ભારતના બંધારણના ઘડવૈયાની પુણ્યતિથિ હોવા છતાં અહીંની પાલિકાની બેદરકારી છતી થઇ હતી. આ સર્કલમાં સાફસફાઇ કરાઇ નહોતી. આ બાબત શરમજનક હતી. જેથી કોંગ્રેસ પક્ષે તાત્કાલિક પાણીનું ટેન્કર મગાવી આ સર્કલની સાફસફાઇ કરાવી હતી. આ વેળાએ તાલુકા કોંગ્રેસના પ્રમુખ હાજી ગનીભાઇ માંજોઠી, વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર ભરતભાઇ સોલંકી, વિરોધપક્ષના નેતા સમીપભાઇ જોશી, ઇન્ટુક કચ્છ જિલ્લા પ્રમુખ?ભચુભાઇ પિંગોલ, બળવંતસિંહ ઝાલા, કે. કે. અંસારી, જગદીશ ગઢવી, પરબતભાઇ ખટાણા, વિનોદ સોલંકી, નીલેશ ભાનુશાલી, આર. એલ. નગવાડિયા, ધનજી મહેશ્વરી, બાબુભાઇ આહીર, દિનેશ મોરબિયા, જીવાભાઇ આહીર, મંગાભાઇ દાફડા, માવજીભાઇ આહીર, અમૃતાદાસ ગુપ્તા, કોકિલાબેન ધેડા, જુમાબેન મહેશ્વરી, કરીનાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામ : કર્તવ્ય ગ્રુપ દ્વારા ભારતીય સંવિધાનના શિલ્પકાર ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. અંજાર નગરપાલિકા દ્વારા દેવળિયા નાકા ગાર્ડન પાસે આવેલી તેમની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વાસણભાઈ આહીર, પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ અને અંજાર વિધાનસભાના ભાજપના ઉમેદવાર ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી, નગરપાલિકા અધ્યક્ષા લીલાવંતીબેન પ્રજાપતિ વગેરેએ ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ખીમજી સિંધવએ કર્યું હતું. આ પ્રસંગે અંજાર શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ શાહ, ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, કારોબારી ચેરમેન વિજયભાઈ પલણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અંજાર અનુ. જાતિ વકીલ મંડળ દ્વારા પબ્લિક પાર્કમાં ડો. બાબાસાહેબની પૂર્ણ કદની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંડળના પ્રમુખ લાલજી મહેશ્વરી, વિજયભાઈ ફુફલ, શાન્તાબેન બારોટ, કમલેશભાઈ માતંગ, પ્રેમજીભાઈ મહેશ્વરી, લક્ષ્મણભાઈ મહેશ્વરી, શ્રી શ્રીમાળી વગેરેએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, એવું મંડળના પ્રવક્તા જખુભાઈ મહેશ્વરીની યાદીમાં જણાવાયું હતું.

Crime

© 2023 Saurashtra Trust