અબડાસા-લખપતમાં સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અબડાસા-લખપતમાં સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
નલિયા, તા. 28 : વાયોર સ્થિત સેવાગ્રામ, અલ્ટ્રાટેક સિમેન્ટ લિ. યુનિટ કંપનીની સેવાકીય સંસ્થા અલ્ટ્રાટેક કોમ્યુનિટી વેલફેર ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય અને સુખાકારી ઉત્તરદાયિત્વના ભાગરૂપે તાજેતરમાં જુદી જુદી શાળાઓમાં ધો. 8 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓ માટે કિશોરી સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દરેક વિદ્યાર્થીનીને આરોગ્ય કીટ આપવામાંમાં આવી હતી. આયોજનમાં વાયોર, બરંડા, ખારાઈ ગામોમાં આવેલી હાઈસ્કૂલ અને હાયર સેંકડરી સ્કૂલને આવરી લેવામાં આવી હતી અને 4 હાઈસ્કૂલ અને 102 કિશોરીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં કંપનીના ડૉ. જ્યોત્સના કાપડિયા અને બરંદાના સી.એચ.ઓ વિલાસબેન પટેલ તેમજ મિનલબેન દ્વારા કિશોરીઓને સ્વાસ્થ્ય, સ્વચ્છતા, શારીરિક, ભાવનાત્મક ફેરફારો અને સમસ્યાઓ, શૈક્ષણિક પડકારો, માનસિક અને સામાજિક સમસ્યાઓ અંગે જાગૃત કરવામાં આવી હતી. કંપનીના આરોહી લેડીસ ક્લબના મુખ્ય મહેમાન મીનુ એંગ્રીશ, અમૃતા વૈશમપાયન અને મનીષા ચૌધરી, વાયોર ગ્રામ પંચાયતના સભ્ય સવિતાબેન ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળા આચાર્ય જગદીશભાઈ, નરેન્દ્રભાઈ, દિનેશભાઇ ગામેતી, વિજયભાઈ અને યુવરાજાસિંહ જાડેજા તેમજ શાળા પરિવારે સહકાર આપ્યો હતો. કંપનીના યોગેશ વ્યાસ, જ્યોત્સના ગોસ્વામી અને ખેતુભા ચૌહાણએ આયોજન સંભાળ્યું હતું. જ્યારે ફાઉન્ડેશન દ્વારા અબડાસા અને લખપત તાલુકામાં ક્લસ્ટર કક્ષાએ સરકારી પ્રાથમિક શાળાઓમા વાયોર અને ખારાઈ ગામે વિજ્ઞાન અને ગણિત વિષય પર પ્રદર્શન મેળો યોજાયો હતો. જેમાં 16 પ્રાથમિક શાળાના 38 વિધાર્થીઓએ પ્રયોગ રજુ કર્યા હતા. ભાગ લેનાર દરેક વિધાર્થીને ભૌમિતિક બોક્સ આપવામાં આવ્યા. સરકારી શાળાના સી.આર.સી, આચાર્યો, શિક્ષકો, વિધાર્થીઓ અને કંપનીના અધિકારીઓ હાજર રહ્યાં હતા.

Crime

© 2023 Saurashtra Trust