પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ કંડારાયું

પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ કંડારાયું
ભુજ, તા. 5 : ભાવનગર અક્ષરવાડી ખાતે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે ચિત્ર પ્રદર્શન યોજાયું હતું જેમાં સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વની ઝાંખીનાં દર્શન આ ચિત્રોમાં થયાં છે. આ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન સોમપ્રકાશ સ્વામી, યોગવિજય સ્વામી, વરિષ્ઠ ચિત્રકાર ભરતભાઈ પંડ્યા, લોકકલા આર્ટિસ્ટ રમેશભાઈ ગોહિલ, બિપિનભાઈ દવે, હીરા ઉદ્યોગ અગ્રણી ડી.પી. સવાણી, અજયભાઈ ચૌહાણ આદિએ દીપ પ્રાગટ્ય કરીને કર્યું હતું. કલા સંઘ, ભાવનગર દ્વારા આયોજિત આ ચિત્ર પ્રદર્શનમાં ભાવનગર તેમજ કચ્છના ભુજ, અંજાર, મુંદરા, જામનગર, જૂનાગઢ, સુરત, રાજકોટ, બોટાદ વગેરે જિલ્લાના 14 જેમાં ભાવનગરથી 81 વર્ષની વયના પ્રસિદ્ધ ચિત્રકારે પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવે મહારાજના વ્યક્તિત્વને કેનવાસ પર કંડાર્યા હતા, પ્રમુખ સ્વામી મહારાજના 100 ચિત્રોનું ચિત્રક વાલિંગ, સિરામિક પેન્ટિંગ દ્વારા રજૂ કરી પોતાના પ્રદર્શન `પ્રમુખ પ્રતાબિંબ'નો તેમના જન્મદિને માગશર સુદ આઠમે આજથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડી, ભાવનગર ખાતે પ્રારંભ થયો હતો. જેને તા. 4-12 સુધી લોકોએ માણ્યું હતું. પ્રમુખ સ્વામીજીનું સૂત્ર `બીજાના ભલામાં આપણું ભલું', બીજાના સુખમાં આપણું સુખ'એ પ્રમુખ સ્વામી મહારાજની જીવન ભાવના, પરાભક્તિ, ગુરુભક્તિ, નિર્દોષ બ્રહ્માનંદી, કરુણાસભર મુખારાવિંદ તથા સરળ સાધુતા, આધ્યાત્મિકનાં દર્શન ચિત્રોમાં આબેહુબ જોવાં મળ્યાં હતા. શનિવારે સાંજે આ કલાકારોનો અભિવાદન સમારોહ યોજાયો, જેમાં દરેક ચિત્રકારે સ્મૃતિચિહ્ન મેડલ, સર્ટિફિકેટ પૂજ્ય યોગવિજય સ્વામીના હસ્તે આપાયા હતા. ભુજ, અંજાર, મુંદરા ત્રણ તાલુકાના કલારસિકો જેમાં બિપિનભાઈ સોની, કવિતાબેન સોની, ભરતભાઈ જોગી, નાનજીભાઈ રાઠોડ (ગોરડિયા), સુલેમાનભાઈ સીરાજ, બલરામભાઈ વિસરિયા, કરસનભાઈ જોગુ, જિતેન્દ્રાસિંહ પઢિયાર, માનાસિંગ રાઠોડ, અલ્તાફભાઈ સુરંગી સહિત કચ્છના 20 ચિત્રકારોએ કલા પાથરી હતી.

Crime

© 2023 Saurashtra Trust