રાષ્ટ્રીય કરાટે ચેમ્પીયનશિપમાં કચ્છની ટીમને 14 ચંદ્રક મળ્યા

રાષ્ટ્રીય કરાટે ચેમ્પીયનશિપમાં  કચ્છની ટીમને 14 ચંદ્રક મળ્યા
ગાંધીધામ,તા.6 :વડોદરામાં પમી વાડો નેશનલ કરાટે ચેમ્પીયનશિપ યોજાઈ હતી. જેમાં કચ્છની ટીમે 14 ચંદ્રક મેળવી ઝળહળતી સિધ્ધિ હાંસલ કરી હતી. આ હરિફાઈમાં જિલ્લા રમતગમત અધિકારી કૃષ્ણ પંડયા, વડોદરાના જિલ્લા સમાહર્તા એ.બી. ગોર, મામલતદાર અર્જૂનસિંહ ચૌહાણે ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. હરિફાઈમાં ભારતભરમાંથી 870 જેટલા અને કચ્છમાંથી 16 ખેલાડીએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પીયનશિપમાં માહી ગઢવી, ધૈર્ય આહીર, નિતીન શર્મા, પૃથ્વીરાજ ગર્ગ, ધ્રુવ સીતલાણી, સંજય મોરિયા, કાવેશ કેલા, તનિષા શેટ્ટીએ ગોલ્ડ મેડલ તથા અનુજ મિશ્રા, યશિકા પટેલ, તોષલ ખંડાએ સિલ્વર મેડલ, અન્વેષા અંસારી, માન સંગોટિયા, તનવીર ઢાકાએ બ્રોન્ઝ મેડલ સાથે જીત હાસંલ કરી હતી. એકેડેમીના કોચ રાજકિશોર બિંદે ખેલાડીઓને બિરદાવ્યા હતા.

Crime

© 2023 Saurashtra Trust