ગાંધીધામમાં જરૂરતમંદોને વ્હીલ ચેર, ધાબળા અપાયા

ગાંધીધામમાં જરૂરતમંદોને વ્હીલ ચેર, ધાબળા અપાયા
ગાંધીધામ, તા. 6 : અહીંની જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઈફકો સહેલી સંસ્થાના નવા હોદ્દેદારોની શપથવિધિ સાથે વિવિધ સેવા પ્રવૃત્તિઓ પણ કરાઈ હતી. સંસ્થાના નવવરિત પ્રમુખ પીન્કી બાગરેચા અને તેમના સાથીઓને અસ્મિતા બલદાણીઆએ શપથ લેવડાવ્યા ત્યારે અતિથિઓ તરીકે ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ, મદનલાલ નાહટા, કલ્પનાબેન જોશી, શાંતિલાલ પટેલ, ઈશિતાબેન ટીલવાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમનું તથા અન્ય અતિથિઓનું પૂર્વ પ્રમુખ વિલ્પા શાહ, પૂજા ચોટરાણી, પ્રિયા ચૌધરી, ભારતી માખીજાની, કક્ષા વોરા, નંદિની પરમારે સન્માન કર્યું હતું. એક જરૂરતમંદને વ્હીલચેર, 21 ધાબળા, 6 ડસ્ટબિન અને બે કન્યાઓને કરિયાવરની કેટલીક વસ્તુઓ અર્પણ કરાઈ હતી. અતિથિઓએ સંસ્થાની સેવા પ્રવૃત્તિ બિરદાવી હતી. સંચાલન ડો. સુનિતા દેવનાની અને આભારવિધિ ભારતી માખીજાનીએ કરી હતી. અથિતિઓમાં જાયન્ટ્સના નિષધ મહેતા, માંડવીના યોગેશ મહેતા, માધવી ચૈનાની, મીનાબેન વાઘમશી, નિરંજનાબેન ભરતવાલા, યોગેશ ત્રિવેદી, ડો. મધુકાંત આચાર્ય, શોભનાબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનમાં હેમાબેન ગોલાણી, પૂજા જૈન, ડો. ભાવના પારવાણી, કાજલ સોનમ, રોશન કૃપલાણી, અંજલિબેન આહીર, નિકિતા મલુકાણી, દેવયાની છાત્રે સહયોગ આપ્યો હતો. પીંકી બાગરેચા તથા ડો. સુનિતાબેને ભાવિ સેવા પ્રવૃત્તિઓની વિગતો આપી હતી.

Crime

© 2023 Saurashtra Trust