ગાંધીધામમાં 21 જણની આંખનાં નિ:શુલ્ક ઓપરેશન કરી અપાયાં

ગાંધીધામ, તા. 6: અહીંના મહાવીર ઈન્ટરનેશલ યૂથ શાખા દ્વારા 21 જરૂરતમંદની વિનામૂલ્યે આંખની શત્રક્રિયા અપાઈ હતી. સંસ્થાના માનવસેવાના ઉદેશ સાથે તોલાણી આઈ હોસ્પિટલ ખાતે 21 જણના આંખના ઓપરેશનો કરી અપાયાં હતા. આ કાર્યમાં સંસ્થાના ચેરમેન મુકેશ તાતેડ, નિતિન લુકકડ, નિકુંજ લુકકડ, જીતેન્દ્ર તાતેડ, મંત્રી મુદિત બાલડ સહિતનાએ યોગદાન આપ્યુ હતું. શિબિરમાં મુકેશ ભણસાલી, રમેશ ઓસ્તવાલ, સંતોષ તાતેડ ઉપસ્થિત રહયા હતા. સેવાયજ્ઞમાં સહકાર આપનારા આંખ રોગ નિષ્ણાંત ડો.સ્વિમ પરમારે સંસ્થાનો આભાર વ્યકત કર્યો હતો.