અંજારનો બુટલેગર પાસા તળે સુરત જેલમાં ધકેલાયો

અંજારનો બુટલેગર પાસા તળે સુરત જેલમાં ધકેલાયો
ગાંધીધામ, તા. 6 : અંજારના લીસ્ટેડ બુટલેગર વિરુદ્ધ પાસાની કામગીરીને લીલીઝંડી મળતાં એલસીબીએ આ શખ્સની અટક કરી તેને સુરતની જેલમાં ધકેલી દીધો હતો. અંજારના ગુરૂકુળ-બે વિસ્તારમાં રહેનારા મયુરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સ વિરુદ્ધ સ્થાનિક પોલીસ મથકે અંગ્રેજી દારૂના નાના-મોટા પાંચ ગુન્હા નોંધાયેલા છે. આ શખ્સ વિરુદ્ધ અંજાર પોલીસે પાસાના કાગળીયા તૈયાર કર્યા હતા. અને બાદમાં તે જિલ્લા સમાહર્તા સમક્ષ મૂકવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટરે આ દરખાસ્તને મંજૂર રાખી પાસા વોરંટ ઇસ્યુ કર્યા હતા. જેના પગલે એલ.સી.બી.એ. આ શખ્સની શોધખોળ કરી તેને પકડી પાડયો હતો. આ શખ્સને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

Crime

© 2023 Saurashtra Trust