ભારાપર યુવાનની હત્યા : બે આરોપીના બે દિ''ના રિમાન્ડ મંજૂર

ભુજ, તા. 6 : તાલુકાના ભારાપરના યુવાનના ચકચારી કેસમાં એક સગીર સહિત ત્રણની અટક બાદ આજે બે આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. એક માસ પૂર્વે થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી તેની અંટશમાં ભારાપરનો એક સગીર તથા શિવજી ઉર્ફે કિશન દિનેશ મહેશ્વરી અને અરવિંદ ઉર્ફે અશોક સામતભાઇ મહેશ્વરી (રહે. બંને દહીંસરા) ત્રણે સાથે મળી ભારાપરના દિનેશ પચાણભાઇ ચાવડાની હત્યા નિપજાવી તેની લાશ વડના ઝાડમાં લટકાવી દેવાના ચકચારી બનાવમાં ત્રણ આરોપીને ગઇકાલે થયેલી અટક બાદ માનકૂવા પોલીસે આજે શિવજી અને અરવિંદને કોર્ટમાં રજૂ કરતાં બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, જ્યારે સગીર આરોપીને રાજકોટ રિમાન્ડ હોમમાં મોકલાવી દેવાયાનું તપાસકર્તા પી.આઇ. ડી. આર. ચૌધરીએ જણાવ્યું હતું.

Crime

© 2023 Saurashtra Trust