આદિપુરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : ત્રણ ઝડપાયા
ગાંધીધામ, તા. 6 : આદિપુરના વોર્ડ 6-એ વિસ્તારમાં બંધ ઘરમાં થયેલ રૂા. 1,68,500ના ચોરી પ્રકરણમાં ત્રણ શખ્સની પોલીસે અટક કરી હતી. આદિપુરના વોર્ડ 6-એ પ્લોટ નંબર 84માં રહેતા શંકર હંસરાજમલ ભુલચંદાણીને ત્યાં ચોરીનો આ બનાવ બન્યો હતો. આ વૃદ્ધ ફરિયાદી પોતાના પરિવાર સાથે મુંબઇ ફરવા ગયા હતા પાછળથી તા. 25-11થી 4-12 દરમ્યાન ચોરી થઇ હતી. ગઇકાલે આ બનાવ અંગે પોલીસના ચોપડે ફરિયાદ થઇ હતી જે અંગે પોલીસે તપાસ હાથ ધરી અને નેપાળી એવા રૂમિતકુમાર બલ બહાદુર શાહ, અશોક ટેકબહાદુર શમડી અને રોશન બહાદુર ભીમ શાહીને પકડી પાડયો હતો. આ શખ્સો પાસેથી એક લેપટોપ, બે મોબાઇલ એમ કુલ રૂા. 1,51,100નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.