કાનાણીવાંઢ પરિણીતા હત્યા કેસ: ધમકીથી દવા પી જનારા પતિનુ મોત

રાપર, તા. 6 : તાલુકાના કાનાણી વાંઢમાં દોઢ મહીના પુર્વે પરિણીતાની નિપજાવાયેલી હત્યાના કેસના ધમકીથી ડરીને દવા પી જનારા પતિ દિલીપ દેવશીભાઈ ચાવડાનું સારવાર દરમ્યાના મોત નિપજયું હતું. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગત તા. 2 ડીસેમ્બરના આરોપીઓ રાયમલ હરજી ચાવડા, ધરમશી હરજી ચાવડા, શિવરામ અમરશી ચાવડા, અને કરમશી ઉર્ફે કમો હરજી ચાવડાએ હતભાગી દિલીપને પત્નિની હત્યારાઓ સામે કરેલી ફરીયાદના મુદે મારી નાંખવાની ધમકીની વાતો કરતા હતાં આ અંગેની જાણ મૃતક યુવાનને થતા ડરના કારણે ખડમાં નાંખવાની ઝેરી દવા પી લીધી હતી અને આ અંગે પોતાનો વીડીયો બનાવ્યો હતો. વીડીયોમાં તેણે મારી પત્નિને મારનારા કુટુંબીઓ સામે ફરીયાદ નોંધાવી હોવાથી મારી નાંખવાની ધમકીથી ડરીને દવા પી લીધી હોવાનું કહ્યું હતું. જેવી તારી પત્નિના હાલ કર્યા છે તેવા દિલીપના હાલ કરશું તેવી વાતો આરોપીઓ કરતા હતાં. આ મામલે ગત તા.3ના બાલાસર પોલીસ મથકે આરોપીઓ સામે ફરીયાદ નોધાવાઈ હતી. દરમ્યાન સારવાર દરમ્યાન દિલીપે દમ તોડી દીધો હતો. બાલાસર પી.એસ.આઈ શ્રી ખાચરનો સંપર્ક સાંધતા તેમણે ધાકધમકીની ફરીયાદમાં કલમ 306નો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

Crime

© 2023 Saurashtra Trust