રોનાલ્ડોના રેકોર્ડ સાથે પોર્ટુગલનો વિજયી પ્રારંભ

રોનાલ્ડોના રેકોર્ડ સાથે પોર્ટુગલનો વિજયી પ્રારંભ
દોહા, તા. 24 : સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીઆનોના પાંચ વર્લ્ડકપમાં ગોલ ફટકારવાના વિશ્વવિક્રમ સાથે મજબૂત પોર્ટુગલે ફિફા વર્લ્ડકપમાં પોતાની પ્રારંભિક મેચમાં ઘાનાને 3-2થી હરાવ્યું હતું. રોનાલ્ડોએ 2006, 2010, 2014 અને 2018 બાદ 2022ના વિશ્વકપમાં પણ ગોલ ફટકારીને નવું સીમાચિહ્ન આલેખ્યું હતું. પહેલા હાફમાં બંને ટીમ ગોલવિહોણી રહી હતી. રોનાલ્ડોએ 65મી મિનિટમાં પેનલ્ટી કિકથી ગોલ દાગ્યો હતો. 73મી મિનિટમાં ઘાના વતી એ.અયેવે ગોલ ફટકારી મેચને બરોબરી પર લાવી દીધી હતી. પોર્ટુગલ વતી 78મી મિનટમાં જો ફેલિક્સે અને 80મી મિનિટમાં આર. લેઆવે ગોલ દાગ્યા હતા, પણ 89મી મનિટમાં ઘાનાના એ. બુકારીએ ગોલ ફટકારી મેચને રોમાંચક બનાવી હતી. અંતે પોર્ટુગલનો વિજય થયો હતો.

© 2022 Saurashtra Trust