વન-ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયા અને કપ્તાન ધવન પાસે વિક્રમની તક

નવી દિલ્હી, તા. 24 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો પહેલો વન-ડે મુકાબલો ઓકલેન્ડમાં શુક્રવારે રમાશે. ત્રણ મેચની આ વન-ડે શ્રેણી દરમિયાન ટીમ ઇન્ડિયા પાસે આઇસીસી ટીમ ક્રમાંકમાં બીજા સ્થાને પહોંચવાની તક રહેશે. આ ઉપરાંત ભારતીય કપ્તાન શિખર ધવન પાસે મહાન કેરેબિયન બેટધર વિવિયન રિચર્ડસથી આગળ નીકળવાનો મોકો રહેશે. ભારતીય ટીમ હાલ વન-ડે ક્રમાંકમાં ત્રીજા સ્થાને છે. આ શ્રેણીમાં ભારત જો 2-1થી વિજય પ્રાપ્ત કરશે તો તે બીજા નંબર પર આવી જશે. ન્યુઝીલેન્ડ શ્રેણી હારથી ત્રીજા સ્થાને ખસી જશે. જ્યારે કપ્તાન શિખર ધવને વન ડેમાં 161 મેચમાં 6672 રન બનાવ્યા છે. જ્યારે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ વિવિયન રિચર્ડસે 187 મેચમાં કુલ 6721 રન બનાવ્યા હતા. શિખર ધવન આ શ્રેણીમાં પ0 રન કરવાથી રિચર્ડસથી આગળ નીકળી જશે.

© 2022 Saurashtra Trust