બાંગલાદેશ સામેની વન-ડે શ્રેણીમાં રવીન્દ્ર અને યશના સ્થાને કુલદીપ-શાહબાઝનો સમાવેશ

નવી દિલ્હી, તા.24: બાંગલાદેશ વિરુદ્ધની આગામી વન ડે શ્રેણીની ભારતીય ટીમમાં બે ફેરફાર થયા છે. રવીન્દ્ર જાડેજા અને નવોદિત ખેલાડી યશ દયાલ ઇજાને લીધે શ્રેણીની બહાર થઇ ગયા છે. તેમનાં સ્થાને મધ્યપ્રદેશના ઝડપી બોલર કુલદીપ સેન અને ઓલરાઉન્ડર શાહબાઝ અહમદનો સમાવેશ કરાયો છે. ભારતીય ટીમ બાંગલાદેશ પ્રવાસમાં 3 વન ડે અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. વન ડે ટીમમાં પહેલીવાર સામેલ થયેલ યશ દયાલને પીઠમાં તકલીફ છે. જયારે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા હજુ સુધી ઘૂંટણની ઇજામાંથી બહાર આવી શક્યો નથી.

© 2022 Saurashtra Trust