બાંગલાદેશ પ્રવાસમાં પૂજારા ઇન્ડિયા એ ટીમ તરફથી રમશે

બાંગલાદેશ પ્રવાસમાં પૂજારા   ઇન્ડિયા એ ટીમ તરફથી રમશે
નવી દિલ્હી, તા.24: આવતા મહિને બાંગલાદેશ વિરુદ્ધની બે ટેસ્ટ મેચની શ્રેણી અગાઉ બેટસમેન ચેતેશ્વર પુજારા અને ઝડપી બોલર ઉમેશ યાદવ ઇન્ડિયા એ ટીમ તરફથી રમશે. બન્ને અભિમન્યુ ઇશ્વરનની આગેવાનીમાં બાંગલાદેશમાં ચાર દિવસીય મેચના હિસ્સા હશે. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં છાપ છોડનાર કેરળના રોહન કન્નુમલને પહેલીવાર ઇન્ડિયા એ ટીમમાં તક મળી છે. 24 વર્ષીય આ બેટર 9 ઇનિંગમાં 4 સદી કરી ચૂક્યો છે. ટીમમાં યુવા ખેલાડી યશ ધૂલ અને યશસ્વી જયસ્વાલને પણ તક મળી છે. રણજી ટ્રોફીમાં 13 વિકેટ લેનાર વડોદરાનો અતીત શેઠ પણ ટીમમાં છે. બાંગલાદેશ પ્રવાસમાં ઇન્ડિયા એ ટીમ બે-ચાર દિવસીય મેચ રમશે. પહેલી મેચ 29 નવેમ્બરથી અને બીજી મેચ 2 ડિસેમ્બરથી રમાશે.

© 2022 Saurashtra Trust