લોકોના ભરોસાને ભાજપે સાર્થક કર્યો છે : કચ્છ મોડેલ જિલ્લો

લોકોના ભરોસાને ભાજપે સાર્થક કર્યો છે : કચ્છ મોડેલ જિલ્લો
ભુજ-ગાંધીધામ, તા. 24 : ગાંધીધામ વિધાનસભાના વિસ્તારના ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરી અને માધાપરમાં ભુજ વિધાનસભાના ઉમેદવાર કેશુભાઇ પટેલના સમર્થનમાં યોજાયેલી સભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કચ્છ ગુજરાતનો મોડેલ જિલ્લો હોવાનું કહ્યું હતું. આ સમર્થન સભાઓમાં બોલતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, હવે સમય બદલાયો છે. પહેલાં ચૂંટણી આવે ત્યારે નેતાઓ આવતા ત્યારે સ્થિતિઓથી વાકેફ થતા હતા, પરંતુ હવે સોશિયલ મીડિયાનો જમાનો છે. આવામાં 27 વર્ષ સુધી લોકોએ ભાજપ ઉપર વિશ્વાસ કર્યો છે તેની પાછળ કોઇ તો કારણ હશે. આ પક્ષ જનતા સાથેના સંબંધો, સંપર્કોમાં ખરો ઉતર્યો છે. લોકોના ભરોસાને સાર્થક કર્યો છે. ભાજપ સરકારમાં નરેન્દ્રભાઇ કે ભૂપેન્દ્રભાઇ જે વિકાસ પ્રોજેકટનો શિલાન્યાસ કરે તેનું લોકાર્પણ પણ તે જ કરે છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જે વાયદા કરાયા છે તે ભારત સરકારનું આખું બજેટ પણ તેમાં વાપરી નાખીએ તોય તે વચનો પૂર્ણ થાય તેમ નથી. કોંગ્રેસ છેલ્લી ચાર ચૂંટણીથી ઢંઢેરામાં વાતો કરે છે તેના ઉપર લોકોને વિશ્વાસ નથી ત્યારે હાલમાં આવેલા આપમાં કેમ વિશ્વાસ થાય તેવો પ્રશ્ન કર્યો હતો. તેમણે કહ્યું હતુ કે, રેવડી બાંટવાનું બંધ કરજો નહીંતર ઝાડુથી આ રેવડીઓ એકઠી નહીં કરી શકો. ડબલ એન્જિન સાથે માલતીબેનનું ત્રીજું એન્જિન જોડવું છે કે નહીં તેવો પ્રશ્ન તેમણે લોકોને કર્યો હતો અને ગત ચૂંટણીના તમામ રેકોર્ડ તોડીને આ વખતે જંગી લીડ સાથે જીત અપાવવા તેમણે અનુરોધ કર્યો હતો. માલતીબેન મહેશ્વરીએ આ વખતે 100 ટકા મતદાન થાય અને મત પેટી ખૂલે ત્યારે તેમાં કમળ ખીલે તેવું જણાવ્યું હતું. ડબલ એન્જિન થકી જુદી-જુદી યોજનાઓથી છેવાડાના માનવીને પણ તેનો લાભ મળ્યો છે. આ ચૂંટણીમાં નવા રેકોર્ડ સાથે જીત હાંસિલ થાય તે માટે આશીર્વાદ લેવા આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ગાંધીધામની સભામાં ઉત્તરપ્રદેશના જલમંત્રી સ્વતંત્રદેવસિંહ, અરજણભાઈ રબારી, નરેન્દ્રસિંહ, ડો. ભાવેશ આચાર્ય, મધુકાન્તભાઈ શાહ, વિકાસ રાજગોર, ધનજી હુંબલ, પંકજ ઠક્કર, ભરતસિંહ જાડેજા, વાઘજીભાઈ છાંગા, ધવલ આચાર્ય, પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માધાપરની સભામાં કેશુભાઇ પટેલે જણાવ્યું કે, ભુજની સેવા કરવા માટે ભાજપે મને તક આપી છે, ત્યારે આપ સૌ મતદાતાઓના સાથ અને સમર્થનથી હું મારી તમામ જવાબદારીઓમાંથી ખરો ઉતરીશ. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારે અનેક મહત્ત્વાકાંક્ષી કદમો ઉઠાવ્યા?છે તે તમામ યોજનાઓ છેવાડાના વ્યકિત સુધી પહોંચાડવા માટે પૂર્ણપણે કટિબદ્ધ છે. આ સભામાં જિ.પં. અધ્યક્ષા પારૂલબેન કારા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મુકેશભાઇ ચંદે, પચાણભાઇ સંજોટ, જયંતભાઇ માધાપરિયા, જિ.પં. પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિ. ભાજપ બક્ષીપંચ મોરચા અધ્યક્ષ માવજીભાઇ ગુંસાઇ, રમેશભાઇ મહેશ્વરી, ભીમજીભાઇ જોધાણી, ભાનુબેન ભુડિયા, લક્ષ્મીબેન જરૂ, ગંગાબેન મહેશ્વરી, જ્યોતિબેન શાહ, કંકુબેન ચાવડા, મહેન્દ્રસિંહ રાઠોડ, દિનેશભાઇ ઠક્કર, હિતેશભાઇ ખંડોર, રમેશભાઇ આહીર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2022 Saurashtra Trust