ભાજપને ઐતિહાસિક લીડથી જીતાડવા આહ્વાન

ભાજપને ઐતિહાસિક લીડથી જીતાડવા આહ્વાન
મુંદરા-નખત્રાણા, તા. 24 : દેશમાં હાલ જબરદસ્ત સમય ચાલી રહ્યો છે. હાલમાં જ આપણા નૌકાદળના આઇ.એન.એસ. 20 હજાર કરોડના ખર્ચે સંપૂર્ણ દેશમાં તૈયાર થયેલ વિક્રાંત જહાજ જોડાયું. આ જહાજને તૈયાર કર્યું છે આપણા ઇન્જિનીયરોએ અને કારીગરોના જહાજની કિંમત જે હોય તે, પણ મહત્ત્વની વાત એ છે આઝાદીના 75 વર્ષ સુધી જહાજ પર બ્રિટિશ ફલેગ હતો, ચિહ્ન હતું તે આપણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બદલી છત્રપતિ શિવાજીના નૌકાદળમાં જે ફલેગ હતો તે વિક્રાંત જહાજમાં લગાવ્યો છે. ભારતનો વટ છે અને એટલે જ વટવાળા સાથે રહેવાય તેવું કેન્દ્રના કૃષિ અને કલ્યાણ વિભાગના મંત્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ મુંદરામાં અનિરુદ્ધભાઇ દવેની અને નખત્રાણા રામાણી ગ્રાઉન્ડ ખાતે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રચારાર્થે આયોજિત સભામાં કહ્યું હતું. વધુમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કચ્છને ખૂબ જ પ્રેમ કરે છે તેથી કચ્છીઓ તેને ખૂબ જ ચાહે છે. સાથે કોરોનાની મહામારી આવી ત્યારે માત્ર એક જ લેબોરેટરી હતી અને તે પણ 140 કરોડની સંખ્યા વચ્ચે, પરંતુ કેન્દ્રની સરકારે જે વ્યવસ્થા કરી આ કોરોના પર કાબૂ મેળવ્યો તેની આખા વિશ્વએ નોંધ લીધી છે. શ્રી રૂપાલાએ જબરદસ્ત મતદાન કરી, પગવાળીને બેસતા નહીં, મતદાન કરવા કમળ પર બટન દબાવી કોઇને ના મળી હોય તેવી લીડથી ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, રાહુલની યાત્રામાં નર્મદાનો વિરોધ કરનારા મેધા પાટકર જોડાયા એ કોંગ્રેસની મેલી મંથરાવટ દર્શાવે છે. સભાના પ્રારંભે દીપ પ્રાગટય સાથે શ્રી જાડેજાએ શ્રી રૂપાલાનું સન્માન કર્યું હતું. સ્વાગત પ્રવચન તા. ભાજપના પ્રમુખ દિલીપભાઇ નરસિંગાણીએ કર્યું હતું. ધારાસભ્ય શ્રી જાડેજાએ છેલ્લા અઢી વર્ષમાં અબડાસા મતવિસ્તારમાં જે વિકાસકામો થયા છે તેને નજર સમક્ષ રાખી લોકો તેમણે ભારતીય જનતા પાર્ટીને મત આપી વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને અબડાસાની સીટ નં. 1 છે અને અબડાસાને નંબર 1 બનાવશું તેવો હુંકાર કર્યો હતો. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જગદીશભાઇ જોષી ભાજપમાં જોડાયા હતા. પુરુષોત્તમભાઇ રૂપાલાએ તેમના ઘેર જ લખપતના જબ્બરદાન ગઢવી, વિવિધ ગામોના યુવાનો, સરપંચો ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. હાલમાં ભુજના પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસમાં રહી સેવા કરી, તેમ છતાં કોઇ નોંધ ન લેવાઇ. તેમણે કોંગ્રેસને દિશાહિન પક્ષ ગણાવ્યો હતો. સભામાં જિ. પંચાયતના સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, નયનાબેન પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન કરશનજી જાડેજા, જયાબેન ચોપડા, તા. પંચાયતના પ્રમુખ જયસુખભાઇ પટેલ, ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, ચંદનસિંહ રાઠોડ, લાલજીભાઇ રામાણી, લખપતના પ્રમુખ વેરસલજી તુંવર, હસમુખભાઇ પટેલ, ભરતભાઇ સોમજિયાણી, બાબુલાલ ધનાણી, હીરાલાલ સોની, રાજેશભાઇ પલણ, હેમેન્દ્રભાઇ કંસારા, ખેંગારભાઇ રબારી, નથુભાઇ રબારી, આમદભાઇ જત, પરષોત્તમભાઇ વાસાણી, મોડભાઇ સુમરા, દામજીભાઇ ભાનુશાલી, શંકરભાઇ ભાનુશાલી, પ્રવીણભાઇ ભાનુશાલી, રવિલાલ ગરવા, ગુલામભાઇ બરાયા, ડો. કાનજી સોઢા, વેસાબાઇ રબારી, સુરેન્દ્રસિંહ રાઠોડ, મહેન્દ્રસિંહ સોઢા, બાબુસિંહ ઇન્દા, ખેંગારભાઇ નંજાર, મહેશ સોની, મહેન્દ્રસિંહ ઝાલા વિ. ઉપસ્થિત રહ્યા હતા. કિરીટસિંહ જાડેજાએ સંચાલન કર્યું હતું. હરિસિંહ રાઠોડ, મહેશભાઇ ભાનુશાલીએ આભારવિધિ કરી હતી. ઉમેદવાર અનિરુદ્ધ દવેએ તેમના પ્રચારમાં રૂપાલા આવ્યા તે બદલ આભાર માનતા યાદ અપાવ્યું કે, ફોર્મ ભરવા સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવ્યા જેથી અમારામાં નવી ઊર્જાનો સંચાર થયો છે. સ્વાગત પ્રવચન મુંદરા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામભાઇ ગઢવીએ કર્યું હતું. મંચ પર ભાજપના કચ્છ પ્રભારી અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, ઇન્ચાર્જ ગણપતસિંહ રાઠોડ, જિ.પં. સભ્ય વિરમભાઇ ગઢવી, પ્રદ્યુમનસિંહ જાડેજા, તા.પં. પ્રમુખ રાણીબેન ચાવડા, ઉપપ્રમુખ રતન ગઢવી, કા.ચેરમેન હરેન્દ્રસિંહ જાડેજા, પાલિકા કા.ચેરમેન ડાયાલાલ આહીર, ઉ.પ્ર. ચંદ્રિકાબેન પાટીદાર, સંગઠન શહેર પ્રમુખ પ્રણવભાઇ જોશી, મહામંત્રી પ્રકાશ પાટીદાર, પ્રકાશ ઠક્કર, તાલુકા સંગઠન મહામંત્રી કીર્તિ ગોર, રવાભાઇ આહીર, કચ્છ જિલ્લા સરપંચ સંગઠન પ્રમુખ શક્તિસિંહ જાડેજા, જિગર છેડા, છાયાબેન ગઢવી, ભૂપેન્દ્ર મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ધ્રુવરાજસિંહ ચૂડાસમાએ અને આભારવિધિ નગરપાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમારે કરી હતી. આ ટાંકણે તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ અને સાડાઉ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ કમલેશ ગઢવી 400 કાર્યકરો સાથે, ખારવા સમાજના પ્રમુખ રાજેશભાઇ કષ્ટા એમના સર્વે કાર્યકરો સાથે, કોંગ્રેસ મંત્રી અજિતસિંહ 100 કાર્યકરો સાથે. ગુલામભાઇ ધ્રૂઈયા, નયનાબેન પટેલ, રેખાબેન પટેલ, નયનાબેન પટેલ, નીતાબેન પટેલ, જિજ્ઞાબા ગોહિલ, ઉર્મિલાબા સમા, સુરેન્દ્રસિંહ, જિતેન્દ્ર યાદવ, ચરણસિંહ, મુસ્લિમ ધર્મગુરુ સૈયદ અલી અહમદશાના પુત્ર સૈયદ અબ્દુલ મુસ્તફા બાપુ - મુંદરા કાર્યકરો સાથે જોડાયા હતા.

© 2022 Saurashtra Trust